Archive for September, 2008

શ્રી અંબા માતા ની આરતી

 

જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ
અખણ્ડ બ્રહ્માણ્ડ દિપાવ્યા પડવે પ્રગ્ટ્યા મા
ઓમ જયો જયો મા જગ્દમ્બે…
 
દ્વિતીય બેય સ્વરૃપ શિવશક્તિ જાણું મા (ર)
બ્રહ્મા, ગણપતિ ગાઉં (ર)
હર ગાઉ હર મા ઓમ જયો જયો…

તૃતીયા ત્રણ સ્વરૃપ, ત્રિભુવનમાં બેઠા મા ! (ર)
ત્રયા થકી તરવેણી મા ! (ર)
તુ તરવેણી મા ઓમ જયો જયો…

 ચોથે ચતુરા મહાલક્ષ્મી મા (ર)
સચરા સર વ્યાપ્યા મા (ર)
ચાર ભુજા ચૌદિશા (ર)
પ્રગટયાં દક્ષિણમાં ઓમ જયો જયો…

 પંચમે પંચ ઋષિ પંચમે ગુણ પદ્મા (ર)
પંચ તત્વો ત્યાં સોહિએ (ર)
પંચે તત્ત્વો મા ઓમ જયો જયો…

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો મા ! (ર)
નરનારીનાં રૃપે (ર)
વ્યાપ્યા સઘળે મા, ઓમ જયો જયો…

 સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા મા (ર)
ગૌ, ગંગા ગાયત્રી (ર),
ગૌરી ગીતા મા ઓમ જયો જયો…

અષ્ટમે અષ્ટ ભુજા આઈ આનંદ મા! (ર)
મુનિવર જન્મ્યા (ર)
દેવો દૈત્યો મા જયો જયો…

નવમે નવકુળ નાગ, સેવે નવદુર્ગા મા ! (ર)
નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન
કીધા હર બ્રહ્મા ઓમ જયો જયો…

દશમે દશ અવતાર, જય વિજ્યાદશમી મા (ર)
રામે રામ રમાડયા (ર)
રાવણ રોળ્યો મા ઓમ જયો જયો…

એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા ! (ર)
કામ-દૂર્ગા કાલિકા (ર)
શ્યામા ને રામા ઓમ જયો જયો…

બારસે બાળારૃપ બહુચરી અંબા મા ! (ર)
બટુક-ભૈરવ સૌહે કાળ ભૈરવ સોહે (ર),
તારા છે તુ જ મા ઓમ જયો જયો…

 તેરસે તુળજા રૃપ, તું તારૃણી માતા મા (ર)
બ્રહ્મા, વિષ્ણુ સદાશિવ (ર)
ગુણતારા ગાતાં મા ઓમ જયો જયો…

ચૌદશે ચૌદારૃપ, ચંડી ચામુંડા મા ! (ર)
ભાવ-ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ
આપો સિંહવાહીની માતા, ઓમ જયો જયો…

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા (ર)
વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યાં
ગાઈ શુભ કવિતા, ઓમ જયો જયો…

 ત્રંબાવટી નગરી, રૃપાવટી નગરી,
મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, (ર)
ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી…
ઓમ જયો જયો…

 શિવ-શક્તિની આરતી જે કોઈ ગાશે મા ! (ર)
ભણે શિવાનંદ સ્વામી (ર)
સુખ સંપત્તિ થાશે હર કૈલાશે જાશે
મા અંબા દુઃખ હરશે. ઓમ જયો જયો…

 ભાવ ન જાણું ભક્તિ ન જાણું ન જાણું સેવા (ર)
વલ્લભ ભટ્ટને રાખ્યા ચરણે સુખ દેવા.ઓમ જયો-જયો…

    

Comments (1)

“માડી તારુ કંકુ ખર્યુ”

આજે આસો સુદ પડ્વો (નવરાત્રિની શરુઆત) તો ચલો શ્રી અવિનાશ વ્યાસ ની એક રચના…..  

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
 

Comments (1)

Ambamaa ni stuti-વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12

Comments (5)