આજે શરદપૂનમ છે, તો ચાલો ભગવાન શ્રીકૃષ્ણ ના વિરહમાં બાંવરી બનેલી રાધાના અંતરના ભાવો પ્રકટ કરતું આ લોકપ્રિય ગીત માણો
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે
તારા વિના શ્યામ …
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.

mita bhatt said
i love this garbo.
indravadan g vyas said
very popular ras-garbo.nice selection on sharat punam.
good,
indravadan vyas