આજથી હવે લગ્ન ની મૌસમ શરુ તો માણીએ એક લગ્નગીત…

નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા ભરી સભાના રાજા
એવા વરરાજાના દાદા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવી ફૂલડિયાંની વાડી
એવી વરરાજાની માડી
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા અતલસના તાકા
એવા વરરાજાના કાકા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા લીલુડાં વનના આંબા
એવા વરરાજાના મામા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવા હાર કેરા હીરા
એવા વરરાજાના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
જેવી ફૂલડિયાંની વેલી
એવી વરરાજાની બેની
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
DR. CHANDRAVADAN MISTRY said
And, I join you & enjoy the LAGNA-MAUSAM ….Enjoyed !
pragnaju said
સુંદર
લગ્નવિધિ પ્રમાણે ગીતો ગાવાની જૂની પુરાણી પ્રથા ફરી એક વાર જાગૃત થઈ છે.
મહેંદીની રસમથી લઈને વિદાય સુધીનાં તમામ ગીતો ગાવાનું વલણતો પહેલેથી જ ચાલતું આવ્યું છે. મોડર્ન લોકો પણ લગ્નમાં વિધીસર ગીત ગાવા અમારા મહીલામંડળને બોલાવતા.અમે લગ્નગીતો સાથે ગ્રહશાંતિ અને સપ્તપદીનો અર્થ પણ સમજાવીએ છીએ. અત્યારે પણ લગ્નપ્રથામાં આ જુનવાણી ગીતો યથાવત છે!!
અવાર નવાર આવા ગીતો રમણીય ચિત્રો સાથે મૂકતા રહેશો
harnish5 said
Very good-Enjoyed-Thanx,
chetu said
સરસ… મંડપ-રોપણ ના દિવસનું પ્રસિદ્ધ ગીત …!!
Rekha said
વાંચતાની સાથે જ ગાવાનું મન થાય તેવું લગ્નગીત વાંચીને આનંદ થયો.
P Shah said
લગ્નગીત માણવાને મઝા આવી,
ખૂબ સુંદર ગીત છે.
દિનકર ભટ્ટ said
સરસ, લગ્ન-ગીતો આજે વિસરતા જાય છે, પણ પાછો આ ટ્રેન્ડ આવશે એવું લાગે છે.
Neela Kadakia said
Enjoyed.
nilam doshi said
હમણા જ દીકરાના લગ્નમાં આ જૂનુ અને જાણીતું ગીત ખૂબ ગાયું.