Archive for February, 2009

વધામણી વસંતની

flower1

નિહાળી ઉપવને પાનખરમાં વૃક્ષોની દશાપામું વ્યથા
વદે વૃક્ષ દેવતા, તપસ્યાના ફળ મળે ધીરજથી ભલા
સમયના વહેણ તો વહેશે સદા નીજ રંગમાં
નીરખો તમે મલકી રહી કેવી કૂંપળો રાગમાં

મલકતી તામ્રવર્ણી પાંદડીઓ ફરફરી કહી રહી મને
દાતા તો દિધ્યા કરશે , તું ખુદ થા શાબદા
આવતા સપ્તાહે અમે નિમંત્ર્યા છે વનમિત્રોને
છાબડીઓ છલકતા રંગો થકી જોજો વધામણી વસંતની

ખીલી સૃષ્ટી સુમન થકી દેતી સંદેશ મ્હેંકાવતી
દેખ કૌવત કેવી પલટાવી પાનખરને અમે વસંતમાં
ભાગ્યશાળી છો તરુઓ તમે પૃથ્વીરજ સમ મિત્રથી
સીંચે અમી તુજને રળવા સરપાવ સદા વસંતના

‘આકાશદીપ’વદે વાહ કુદરત્! તારા કરીશ્મા છે અકળ
સખા દેજે સર્વને , આ ગુણીઅલ ધૂળ સમા.

(આ રચના મોકલવા માટે હું કવિ શ્રી રમેશભાઈ પટેલ નો ખુબ આભાર માનું છુ)

 

Comments (2)

મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી

(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

 

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

 

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

 

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

 

 

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.

હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.’’

 

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.

 

કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

 

 

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

 

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

 

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

 

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોચી ઘર પાંચો કરે મીઠી ! મીઠી !સાદ :
મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.

 

પટલાણી આવી કહે : મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

 

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.

 

મીઠી ! મીઠી !પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

 

ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

 

હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
મીઠી ! મીઠી !નામથી રડતાં આખી વાટ.

 

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત

 

Comments (4)

શંભુ ચરણે પડી…

 shivp

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી

 

Comments (11)

Shiv Mahimna Stotra / શિવ મહિમ્ન સ્તોત્ર

 શ્રી રમેશભાઇ ઓઝા ના સ્વરમા  શિવ મહિમ્ન સ્તોત્ર

 ભાગ 1

ભાગ 2

ભાગ 3

                                           

                   આભાર નિતીશ જાની

Comments (5)

Shiv Tandav Stotra / શિવ તાણ્ડવ સ્તોત્ર

શ્રી રમેશભાઇ ઓઝા ના સ્વરમા રાવણ રચિત  શિવ તાણ્ડવ સ્તોત્ર

બીજા એક સ્વરમા  શિવ તાણ્ડવ સ્તોત્ર

Arvind Trivedi who played the role of Ravan on the popular TV series Ramayan, sings the Shiv Tandav Stotra ( only partial  )

Comments (1)

દ્વાદસ જ્યોતિર્લિન્ગ સ્તોત્ર… ઑડિઓ

ૐ નમઃ શિવાય

You can read the stotra here

Today I have a video and Sanskrit audio for it……

Comments (1)

Bilvaashtakam Audio / બિલ્વપત્ર વિશે…

   સોમવારે 23 તારીખે મહાશિવરાત્રી છે ….  થોડું જાણવા જેવું

bilipatra

  

     બિલ્વપત્રનું ભગવાન શંકરના પૂજનમાં વિશેષ મહત્વ છે. જેનું પ્રમાણ શાસ્ત્રોમાં મળી આવે છે. બિલ્વાષ્ટક અને શિવપુરાણમાં તેનો વિશદ ઉલ્લેખ છે. ભગવાન શંકર અને પાર્વતીજીને બિલ્વપત્ર ચઢાવવાનું મહત્વ વિશેષ છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં સ્પષ્ટ વર્ણન આપેલું છે કે, જે વ્યક્તિ મા ભગવતીને બિલ્વપત્ર અર્પણ કરે છે તે કદાપિ કોઇ પણ પરિસ્થિતિમાં દુઃખી રહેતો નથી. તેને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાયે જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે તેમ જ તે ભગવાન ભોળાનાથનો પ્રિય ભક્ત બની જાય છે. તેની સઘળી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને અંતે તે મોક્ષને પ્રાપ્ત થાય છે.

       બિલ્વપત્ર ચાર પ્રકારના હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ ચારેય પ્રકારના બિલ્વપત્રનું પોતપોતાનું એક આગવું આધ્યાત્મિક મહત્ત્વ છે.

(૧) અખંડ બિલ્વપત્ર : આનું વિવરણ બિલ્વાષ્ટકમાં આ પ્રમાણે છે : અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વરં સિદ્ધર્થ લક્ષ્મી ’ , અર્થાત્ તે સ્વયં પોતાનામાં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન જ તેનું સવિશેષ મહત્ત્વ છે. તે વાસ્તુદોષનું નિવારણ પણ કરે છે. તેને ગલ્લામાં મૂકીને તેનું દરરોજ પૂજન કરવાથી વ્યાપારમાં સારો વિકાસ થાય છે.

(૨) ત્રણ પાનવાળું બિલ્વપત્ર : આ બિલ્વપત્ર માટે બિલ્વાષ્ટકમ્માં લખાયું છે કે, ‘ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિધાયુતમ્ ત્રિજન્મપાપ સંહારં એક બિલ્વપત્રં શિવાર્પણમ્ /તે ત્રણ ગુણોથી યુક્ત હોવાના કારણે ભગવાન ભૂત ભાવન ત્રિકાલેશ્વરને પ્રિય છે. તેની સાથે જો એક ફૂલ ધતુરાનું અર્પણ કરાય તો ફળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

(૩) છથી માંડીને એકવીસ પાનવાળાં બિલ્વપત્ર :

આવાં બિલ્વપત્ર નેપાળમાં મળી આવે છે. જેવી રીતે રુદ્રાક્ષ અનેક મુખવાળા હોય છે, તેવી જ રીતે બિલ્વપત્ર પણ કેટલાંય પાનવાળા હોય છે.

(૪) શ્વેત બિલ્વપત્ર : જેવી રાતે શ્વેત સાપ, શ્વેત પથ્થર, શ્વેત નેત્ર, શ્વેત દુર્વા વગેરે હોય છે, તે જ રીતે શ્વેત બિલ્વપત્ર પણ હોય છે. તે પ્રકૃતિની એક અણમોલ દેન છે. શ્વેત બિલ્વ વૃક્ષ પર શ્વેત પાનવાળાં બિલ્વપત્ર મળી આવે છે. તેના પર લીલાં પાન હોતા નથી. આ બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરવાનું મહત્ત્વ વિશેષ છે.

   

 

 

 

 

 

 

 

Leave a Comment

પ્રિય પપ્પા…

આજે આપના જન્મદિન ઉપર ખાસ તમારા માટે પપ્પા…

 

 father-daughter

 

 

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
    મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

    મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

    મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

            

                              - મુકુલ ચોક્સી

Comments (5)

A TRUE INCIDENT …

IT IS NOT A STORY BUT A TRUE INCIDENT THAT HAPPENED IN AMERICA.

An Indian man walks into a bank in New York City and asks for the loan
officer. He tells the loan officer that he is going to India on business
for two weeks and needs to borrow $5,000.

The bank officer tells him that the bank will need some form of security
for the loan, so the Indian man hands over the keys to a new Ferrari
parked on the street in front of the bank. He produces the title and
everything checks out. The loan officer agrees to accept the car as
collateral for the loan.

The bank’s president and its officers all enjoy a good laugh at the
Indian for using a $250,000 Ferrari as collateral against a $5,000 loan.
An employee of the bank then drives the Ferrari into the bank’s
underground garage and parks it there.

Two weeks later, the Indian returns, repays the $5,000 and the interest,
which comes to $15.41.The loan officer says, “Sir, we are very happy to
have had your business, and this transaction has worked out very nicely,
but we are a little puzzled. While you were away, we checked you out and
found that you are a multi millionaire. What puzzles us is, why would
you bother to borrow “$5,000″

The Indian replies: “Where else in New York City can I park my car for
two weeks for only $15.41 and expect it to be there when I return’”

Ah, the mind of the Indian…

Leave a Comment

પ્રેમની રે વાત …

Happy Valentine’s Day to all the readers!

red-rose1

 આજ પ્રેમ તને પૂછું,
     કે કેવા તારા રુપ રંગ
તો કહે જા પૂછ ફૂલને,
     કેમ મ્હેંકે લઈ ઉમંગ
 
પ્રેમ તું તો આતમનું નૂર
     જાણવા મારે તારા સરનામાને પંથ
સાંભળ તું બંસરીના નાદ,
     બતાવશે તને રાધાને ગોકુળનો નંદ
 
આવો માંડીએ પ્રેમની રે વાત
     પ્રેમ  એ  તો  ઉગતું    પ્રભાત
 ભીંજે   તો  ઝરમર  વરસાદ
     તરસે   તો   છોડે     મરજાદ
 
 સ્નેહ એ તો  તપતું    કુંદન
      પીસાયે  તો  મ્હેંકતું   ચંદન
 ઉડે   પ્રેમ   પંખી    ગગન
      ના  ગમે   કોઈનું    બંધન
 
 પ્રેમ  ઝૂરે  તો  અંધારી   રાત
       પ્રેમ ઝૂમે  તો સાગરની  જાત
 ચાંદ ચમકેને સાગર રેલાય
       પ્રેમ કદી  પીંજરે  ના પૂરાય
 
પ્રેમ તું  તો વહાલો  વંટોળ
    જગ  જાણે તારા  રે  મોલ
ચાહ એ  તો જીવનની  આશ
    છીપે ના છીપાયે એવી પ્યાસ
 
       રમેશ પટેલ (આકાશદીપ)

Comments (1)

Older Posts »