Archive for March, 2009
March 30, 2009 at 8:00 pm
· Filed under નવરાત્રી , રાસ/ગરબા
ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)
શોભે નવલા નોરતાની રાત(૨)
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એકતાલી,બે તાલી, દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
એક તાલી, બે તાલી દેજો રે સાત તાલી(૨)
કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)
શોભે નવલા નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
શ્રધ્ધાના દીવડાને…તાલીઓના તાલ(૨)
ધબકેછે ઢોલને ભક્તિની હેલ
ગાઈએ ગુણલાને…. રમીએ રાસ, રમીએ રાસ
કે ગરબે..કે ગરબે ઘૂમે બહૂચરમાત
કે ગરબે..કે ગરબે ઘૂમે ઉમીયામાત
કે ગરબે ઘૂમે આશાપુરીમાત
ઝમકે ઝાંઝરનો ઝમકાર, શોભે નવલાં નોરતાની રાત
ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાત
આજ મંગલ છે રાત, જામ્યા તાલીઓના તાલ(૨)
કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)
રમેશ પટેલ (આકાશદીપ)
Permalink
March 28, 2009 at 12:00 pm
· Filed under ગરબો , નવરાત્રી , મન્ત્ર/સ્તુતિ
અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલે છે તો ચાલો આજે માણીએ આ પ્રાચીન ગરબો…
મનોજ દવે અને સાધના સરગમ ના સ્વર મા સાંભળવા માટે ક્લીક કરો
શંખલપુર સોહામણુ રે…
ત્યા છે તમારો વાસ મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
દિવા બળે માને ઘી તણા રે…
આઠે પ્રહાર અજવાસ મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
બુધ્ધી આપોને મા બહુચરા રે
હુ છુ તમારો દાસ મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
પાટણ વાળુ મા પરગણુ રે
ગાયકવાડી ગામ મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
આન્ધળા આવે પોકારતા રે
આવે છે માજી ની પાસ મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
નેત્ર આપોને મા નીરખવા રે
હસતા રમતા જાય મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
વાંઝીયા આવે પોકારતા રે
આવે છે માજી ની પાસ મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
પુત્ર આપોને મૈયા પારણે રે
ગુણ તમારા ગાય મારી બહુચરા
શંખલપુર સોહામણુ રે…
સાથે સાથે વાંચો અંબા માતાજી ની વિશ્વંભરી સ્તુતિ જે આસો નવરાત્રીમાં પોસ્ટ કરેલ
અને આસો નવરાત્રીમાં પોસ્ટ કરેલ શ્રી અંબા માતાની આરતી
Permalink
March 24, 2009 at 8:00 am
· Filed under સદવિચાર
Trusting in God would not make the mountain small,
but will make climbing easy.
Don’t ask HIM for a lighter load but ask HIM for a
stronger back!
There is nothing more perfect or pure than God’s
unconditional, unfailing love for you.
Good Morning…..Have A Nice Day…..
Permalink
March 22, 2009 at 7:00 am
· Filed under e mail I like , જાણવા જેવુ , સત્ય ઘટના
“અશક્ય” જેવો કોઇ શબ્દ નથી આવતો જેસિકા ની ડિક્શનરી મા…
Jessica Cox, 25, a girl born without arms, stands inside an aircraft. The girl from Tucson, Arizona got the Sport Pilot certificate lately and became the first pilot licensed to fly using only her feet.
Jessica Cox of Tucson was born without arms, but that has only stopped her from doing one thing: using the word “can’t.”
With one foot manning the controls and the other delicately guiding the steering column, Cox, 25, soared to achieve a Sport Pilot certificate. Her certificate qualifies her to fly a light-sport aircraft to altitudes of 10,000 feet.
“She’s a good pilot. She’s rock solid,” said Parrish Traweek, 42, the flying instructor at San Manuel’s Ray Blair Airport.
“When she came up here driving a car,” Traweek recalled, “I knew she’d have no problem flying a plane.”
Doctors never learned why she was born without arms, but she figured out early on that she didn’t want to use prosthetic devices.
“Success is not something to wait for : it is something to work for.”
માણસ પોતાના દ્રઢ મનોબળ થી શુ કરી શકે છે, તેનો જીવન્ત દાખલો…
Permalink
March 18, 2009 at 12:37 pm
· Filed under Spiritual , e mail I like , સદવિચાર
When I Asked God for Strength
He Gave Me Difficult Situations to Face
When I Asked God for Brain & Brown
He Gave Me Puzzles in life to Solve
When I Asked God for Happiness
He Showed Me Some Unhappy People
When I Asked God for Wealth
He Showed Me How to Work Hard
When I Asked God for Favors
He Showed Me opportunities to Work Hard
When I Asked God for Peace
He Showed Me How to Help Others
God Gave Me Nothing I Wanted
He Gave Me Everything I Needed
- Swami Vivekananda
Permalink
March 15, 2009 at 3:04 pm
· Filed under કાવ્ય
ત્રણ અક્ષરનું નામ તું પરીક્ષા
પ્રગતિનું તું છે દર્પણ પરીક્ષા
ગ્યાનનો મહીમા અનેરો દેશ વિદેશે
નવયુગના થઈ તારા ચમકયો આકાશે
વિદ્યા ઉપાસના એજ જીવનનું તર્પણ
કેળવણી છે સંસ્કારનું સોનેરી નિરુપણ
- રમેશ પટેલ (આકાશદીપ)
Permalink
March 10, 2009 at 7:00 am
· Filed under Uncategorized ·Tagged by Bina
બધા વાચક મિત્રો ને હોળી ની રંગીન શુભકામના!
Wish you all a Very Happy Holi! The festival of colours!
बुरा ना मानो होली है॑!
Permalink
March 7, 2009 at 8:54 pm
· Filed under ગીત
રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ‘ શીવાજીનું હાલરડું ‘ પરથી
પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું , કવિ શ્રી રમેશ પટેલ ‘ આકાશદીપ ’
ક્ષ્
અંજની જાયો
પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો
કેસરી નંદનને નીંદરું ના આવે , માત અંજની હેતે ઝુલાવે
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી , અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ , પવનદેવે દીધું લાખેણું નઝરાણું
માત થાશે , તારો લાલ બડભાગી , દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી , શક્તિ ભક્તિની મૂર્તિ , પરમેશ્વરની બાંધશે પ્રીતિ
શ્રેય કરી જગ ભય હરશે , ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે , રામ ભક્તિથી ભવ સાગર તરશે
ભવ કલ્યાણી અંજની નીરખે , હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે , માત અંજની હેતે ઝુલાવે
પોઢંતો પ્રતાપી , વજ્રની શક્તિ , મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે , ચારે યુગનો થાશે કલ્યાણી
ભક્ત ભગવાનનાં મિલન થાશે , ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે
દેવી કલ્યાણી અંજની નીરખે , અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે , માત અંજની હેતે ઝુલાવે
લાલ તારો લાંધશે જલધિ , પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી , અવધપૂરી ગાશે ગાથા રુડી
પનોતી પાસ ન ઢૂંકવા દેશે , રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે , માત અંજની હેતે ઝુલાવે
Permalink
March 6, 2009 at 8:00 am
· Filed under સુવિચાર
* પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને
તેમના પ્રત્યે ઈર્ષા ન કરો ,
પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની
વ્યક્તિનાં ઉદાહરણો જોઈને
તેમની સાથે પોતાની સરખામણી કરશો
તો તમને પ્રસન્નતા થશે કે
ઈશ્વરે તમને એ લોકો કરતાં
કેટલી વધારે સુવિધાઓ આપી છે.
- પંડીત શ્રી રામ શર્મા
* “સંધર્ષ વિના પ્રગતિ અસંભવ છે. ”
- પંડીત શ્રી રામ શર્મા
*Happiness is like a butterfly.
If you run after it, the butterfly keeps flying away.
But if you stand still, it comes and sits on your shoulder.
That’s the happiest moment. (anonymous)
Permalink
March 6, 2009 at 8:00 am
· Filed under हिन्दी , ગીત
૧૦મી માર્ચે હોળી આવે છે, ફિલ્મ “બાગબાન” નુ આ મારુ પ્રિય ગીત આજે જોઇએ
होरी खेले रघुवीरा अवध मे होरी खेले रघुवीरा
हीलमील आवै लोग लुगाइ ……
Permalink
Older Posts »