Archive for April, 2009

માવલડી

તારીખ ૧૦ મે ના રોજ મધર્સ ડે છે, પણ હુ માનુ છુ કે આપણા ભારતીયો માટે તો દરરોજ મધર્સ ડે હોય છે. આપણી સંસ્ક્રુતિ મા તો માતા-પિતાને પુજનીય માન્યા છે અને સાચુ જ કહેવાય છે,  ”માત્રુ દેવો ભવ:, પિત્રુ દેવો ભવ:”

ચાલો આજે શ્રી રમેશ પટેલ (આકાશદીપ) ની નવી રચના માણીએ,
અને હા ચિત્ર છે મારા પ્રિય ચિત્રકાર
  

 mom-child2

તું રે માવલડી ચંદન તલાવડી
જગની  તરસ્યું   છીપાવે  જી   રે
 
બા  બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે    કેસર    ઘોળે   જી રે
 
માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે
 
જનનીનું હૈયું ધરણીનું ભરણું
નીતનીત વ્હાલે વધાવે જી રે
 
અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તી સીંચે  જી રે
 
તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે
 
મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે
 
પૂંજુ મા તને ચરણ  પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

 

Comments (6)

બગડેલા સંબંધનું શું?

સહર્ષ જણાવવાનુ કે આજે મારા બ્લોગની ૧૦૦મી પોસ્ટ છે.

આજે  મને ખુબ ગમતી વિવેક્ભાઇની સુંદર કાવ્ય રચના …

 બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તો
ઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

-વિવેક મનહર ટેલર

Comments (9)

મારા દીકરાની વાત

raincoat

 

એક દિવસ ની વાત છે.
મારા
  ૪ વર્ષ ના દીકરા શિવ માટે અમે નવો રૈનકોટ ખરીદી લાવ્યા.

જ્યારે ભારે વરસાદ પડવા માંડયો, તો મેં તેને કીધું કે નવો રૈનકોટ પહેરી લે
પછી બહાર જઇએ.
ભાઇ કહે
મમ્મી છત્રી આપ  નહીંતર  મારો નવો રૈનકોટ પલળી ને ગન્દો થઇ જશે.

Comments (19)

રાજા રવિ વર્મા / Raja Ravi Verma

 મને રાજા રવિ વર્મા નાં તૈલચિત્રો ખુબ પ્રિય છે. આજે થોડું તેમના વિશે…  

ladyrrv      womanswing

 

         Raja Ravi Verma (1848 – 1906) is famous for his paintings based on Indian mythology & epics.  He was was born in Kilimanoor Palace as the son of Umamba Thampuratti and Neelakandan Bhattathiripad.  Even at the young age his talent was spotted by his uncle Raja Raja Varma, (Ravi Verma used to draw on the walls) and he gave him initial training in painting.  

                 Later he learnt water colour painting from the palace artist Rama Swamy Naidu.  He learnt oil painting from the British artist Theodor Jenson.  

       Towards the end of the 19th century, when there was a lack of vitality in Indian painting, he was one of the few artists who re-introduced Indian subjects in his works.  

       If anyone would like to see his paintings, there is a good collection in the Musuem at Baroda palace’s Fatehsinh Musuem where Raja Ravi Verma had also served the Gaekwad Maharaja.

 

બીના

Comments (2)

જોબનિયું આજ આવ્યું …

ladyjoban

 

જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે

જોબનિયું કાલ જાતું રહેશે

 

જોબનિયાને માથાના અંબોડામાં રાખો

જોબનિયું કાલ જાતું રહેશે

 

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો

જોબનિયું કાલ જાતું રહેશે

 

જોબનિયાને આંખ્યુનાં ઉલાળામાં રાખો

જોબનિયું કાલ  જાતું રહેશે

 

જોબનિયાને હરખના હિલોળામાં રાખો

જોબનિયું કાલ જાતું રહેશે

 

જોબનિયાને હાથની હથેળીમાં રાખો

જોબનિયું કાલ જાતું રહેશે

 

જોબનિયાને ઘાઘરાના ઘેરમાં રાખો

જોબનિયું કાલ જાતું રહેશે

 

જોબનિયાને પગની પાનીમાં રાખો

જોબનિયું કાલ જાતું રહેશે 

આપ ગુજરાતી સાહિત્ય પર પણ આ લોક્ગીત માણી શકો છો……બીના

અને હા, કોઇને આ ગીત ના લેખક વિશે માહિતી હોય તો આપવા વિનંતિ…સાભાર બીના

બીના

બીના

Comments (4)

શ્રી આમ્બેડકર જયંતિ / Dr. B. R. Ambedkar

આજે 14 એપ્રીલ, શ્રી આમ્બેડકર જયંતિ.  તેમના કેટલાંક સુવિચારો

Indian Politician and founder of the Indian Constitution Dr. B. R. Ambedkar

  

br1

 

“History shows that where ethics and economics come in conflict, victory is always with economics. Vested interests have never been known to have willingly divested themselves unless there was sufficient force to compel them.”     

                 

“A people and their religion must be judged by social standards based on social ethics. No other standard would have any meaning if religion is held to be necessary good for the well-being of the people.”

 

“I like the religion that teaches liberty, equality and fraternity.”

 

“Law and order are the medicine of the body politic and when the body politic gets sick, medicine must be administered.”

 

“Life should be great rather than long.”

Comments (3)

શ્રી હનુમાન જયંતિ

આજે શ્રી હનુમાન જયંતિ છે. શ્રી હનુમાન ચાલીસા ગોસ્વામી તુલ્સીદાસ ક્રુત રામચરીતમાનસની ૪૦ ચોપાઇઓ છે. ગોસ્વામી તુલ્સીદાસના જીવન વિશે વાચવા અહી ક્લીક કરો.

યુ ટ્યુબ પર  શ્રી હરિ ઓમ શરણ ના સ્વરમા  શ્રી હનુમાન ચાલીસા માણીએ

Comments (2)

Why lotus is our national flower?

flower3

The Lotus is India’s national flower and rightly so. Not long ago, the lakes and ponds of India were full of many hued lotuses.

The lotus is the symbol of truth, auspiciousness and beauty (satyam, shivam, sundaram). The Lord is also that nature and therefore, His various aspects are compared to a lotus (i.e. lotus-eyes, lotus feet, lotus hands, the lotus of heart etc.). Our scriptures and ancient literature extol the beauty of the lotus. Art and architecture also portray the lotus in various decorative motifs and paintings. Many people have names of or related to the lotus: Padma, Pankaja, Kamal, Kamala, Kamalakshni etc. The Goddess of wealth, Lakshmi, sits on a lotus and carries one in Her hand.

The lotus blooms with the rising sun and closes at night. Similarly, our minds open up and expand with the light of knowledge. The lotus grows even in slushy areas. It remains beautiful and untainted despite its surroundings, reminding us that we too can and should strive to remain pure and beautiful within, under all circumstances. The lotus leaf never gets wet although it is always in water. It symbolises the man of wisdom (gyani who remains ever joyous, unaffected by the world of sorrow and change). The lotus posture, padmaasana is recommended when one sits for meditation.

A lotus emerged from the navel of Lord Vishnu. Lord Brahma originated from it to create the world. Hence, the lotus symbolises the link between the creator and the supreme Cause. It also symbolises Brahmaloka, the abode of Lord Brahma. The auspicious sign of the swastika is said to have evolved from the lotus.

From the above, we can well appreciate why the lotus in India’s national flower and so special to Hindus.

                                                                               (Source  Hindu Scriptures)

Comments (4)

ચૈતર, વૈશાખના આ ટાણા …

ચૈત્રમા અત્યારે તો દેશમા સખત ગરમી ની શરુઆત થઇ ગઇ હશે. અહી તો સવારે

ઉઠી ને જોયુ તો બધુજ સફેદ, રાત મા બરફ પડ્યો હતો, અને આજે ફરીથી કહે છે પડશે.

 sumnoon

ચૈતર, વૈશાખના આ ટાણા આવ્યા છે.
અવસરના છલકતાં આ આણા આવ્યા છે.

છલકયાં છે ઝરણ ને મહોરી આંબાડાળ,
વાસંતી આ ટહુકાના ટાણા આવ્યા છે.

આખી ગઝલ વાચવા ક્લીક કરો

Leave a Comment

तेरा राम जी करेंगे बेडापार…

આજે ચૈત્ર સુદ નોમ એટલે કે “રામ નવમી.” ચાલો આજે શ્રી હરિ ઓમ શરણ ના સ્વરમા ખુબ
પ્રસિધ્ધ અને મારુ અતિપ્રિય પ્રાચીન ભજન જોઇએ

 

Comments (2)