સહર્ષ જણાવવાનુ કે આજે મારા બ્લોગની ૧૦૦મી પોસ્ટ છે.
આજે મને ખુબ ગમતી વિવેક્ભાઇની સુંદર કાવ્ય રચના …
બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તો
ઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.
rajniagravat said
બીનાજી
સો પોસ્ટ સાથે બ્લોગ સાગરમાં તરવા બદલ શતશત સ્નેહ ભર્યા અભિનંદન
Vishvas said
જય શ્રીકૃષ્ણ બીનાબેન,
સૌ પ્રથમ તો બ્લોગજગતમાં આપને આ શતક પૂરા કરવા બદલ અભિનંદન.
ડો.વિવેકભાઈની ખુબ જ સુંદર રચના.
સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
આપનો ડો.હિતેશ ચૌહાણ
dilip said
સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
ન કહેવાની ય છૂટ દઈ ઘણું ઉંડૂ કહેવાયું અને જાણવા મળ્યું સંબંધોનું ગણિત…સાવ સાચુ..મળ્યા તે સાથી. મળ્યુ તે ધન મ્ળ્યું તે જિવન..મળી તે પત્ની..બાકી યુવાનને તો પહેલા ઘણી મહેચ્છા હોય કે આમ કરી નાંખીશ તેમ કરી નાંખીશ્. આવી સુંદર રચના બદલ બીનાબહેન નો આભાર…
dilip said
congratilation on century of weblog’s post.
Ramesh Patel said
Wow! century…congratulation.
સો પોસ્ટ , શતશત અભિનંદન.
Dr Vivekbhai,
Really focusing his views, with high /deep and magic way.
Ramesh Patel(Aakashdeep)
દિનકર ભટ્ટ said
૧૦૦ પોસ્ટ બ્લોગ-જગતમાં પુરા કરવા બદલ અભિનંદન
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
સુંદર,,,,,,
Pancham Shukla said
Congratulations for the mark of 100. Waiting for the mark of 1000.
indravadan g.vyas said
congratulation binaben for this great feat.god bless you and keep doing this nice very creative work for years to come.
indravadan g vyas
વિવેક ટેલર said
આભાર, બીનાબેન…