તારીખ ૧૦ મે ના રોજ મધર્સ ડે છે, પણ હુ માનુ છુ કે આપણા ભારતીયો માટે તો દરરોજ મધર્સ ડે હોય છે. આપણી સંસ્ક્રુતિ મા તો માતા-પિતાને પુજનીય માન્યા છે અને સાચુ જ કહેવાય છે, ”માત્રુ દેવો ભવ:, પિત્રુ દેવો ભવ:”
ચાલો આજે શ્રી રમેશ પટેલ (આકાશદીપ) ની નવી રચના માણીએ,
અને હા ચિત્ર છે મારા પ્રિય ચિત્રકાર રાજા રવિ વર્મા નુ…..

તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવે જી રે
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે
માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે
જનનીનું હૈયું ધરણીનું ભરણું
નીતનીત વ્હાલે વધાવે જી રે
અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તી સીંચે જી રે
તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે
મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે
પૂંજુ મા તને ચરણ પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે
Chandra patel said
જનનીનું હૈયું ધરણીનું ભરણું
નીતનીત વ્હાલે વધાવે જી રે
સુંદર કવિતા ,મા ના સ્વરુપનું દિલમાં વસી જાય તેવું નીરુપણ.
ખૂબ જ ગમ્યું
ચન્દ્ર પટેલ
indravadan g.vyas said
very nice selection of a poem by “akash deep” ramaesh patel binaben on mother’s day parva.
god made mother so that He could reach every child in the world through her.
good,
indravadan g vyas
Vishvas said
જય શ્રીકૃષ્ણ બીનાબેન,
સાચી વાત કહી માતા માટે કાંઇ એક દિન ન હોય આપણું અસ્તિત્વ જ જેને આભારી છે તેને તો રોજ વંદન કરી હંમેશા ખુશ રાખવા જોઈએ.
great poem of Rameshbhai
આપનો ડો.હિતેશ ચૌહાણ
Vital Patel said
તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે
very nice poem in all respect.
like to read and enjoy more than once.
Vital Patel
Sweta Patel said
બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળે જી રે
Binaben, thanks to share such nice poem.
Sweta Patel
BHARAT SUCHAK said
bahu sarash tamro blog che
ahi ba ni kavita mari muku chu
બા
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,
તારા બુઢાપા મા બા
તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,
–ભરત સુચક