તપ્યા રવી કે તપ્યા સાગર, મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને, બંસરી થઈને બોલ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
પડખાં ઢાંકી, દોરીએ બાંધ્યા, તો ઢોલ થઈ ધબૂક્યા
રાત ઢળી પૂનમ પ્રગટી, રાધા કાનજી રાસે ઘૂમ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
ધરણીએ બીજ દબાયા, હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા, વગડા લીલા મ્હોંર્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
સ્વપ્ને દિઠા મલકાટ મિલનના, ગાલે રંગો ગુલાબી છાયા
શબ્દો સર્યા, મળી પ્રાર્થના, જીવન સંસ્કાર થઈને ખીલ્યા
આપણે દેખાદેખી કેવું શીખ્યા
પંખી સંગે હળવે હળવે, ગાતાં તમે કેવું શીખ્યા
કેવા શાણા દિઠા, કોણે કોને ઝીલ્યા ભાઈ કોણે કોને ઝીલ્યા.
~ રમેશ પટેલ (આકાશદીપ)
Vishvas said
જય શ્રીકૃષ્ણ બીનાબેન,
રમેશભાઈ એ ખુબ સરસ બોધ આપી દીધો.સાચે એમ કહેવાનું મન થઈ જાય કે આપણે આવું કેમ ન શીખ્યા?????
આપનો ડો.હિતેશ ચૌહાણ
dhavalrajgeera said
પડખાં ઢાંકી, દોરીએ બાંધ્યા,
તો ઢોલ થઈ ધબૂક્યા.
રાત ઢળી પૂનમ પ્રગટી,
રાધા કાનજી રાસે ઘૂમ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
Great question to self.
Akashdeep keep thinking deep and question to the self…
Answer will come from within!!!
Rajendra
http://www.yogaeast.net
http://www.bpaindia.org
પંચમ શુક્લ said
સુંદર ભાવાભિવ્યક્તિ.
વિશ્વદીપ બારડ said
રાત ઢળી પૂનમ પ્રગટી, રાધા કાનજી રાસે ઘૂમ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
sujdar bhavo.
aagaman said
બીનાબેન,
ખૂબ જ સરસ
સ્વપ્ને દિઠા મલકાટ મિલનના, ગાલે રંગો ગુલાબી છાયા
મારો એક નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” છે. આપને મારા
બ્લોગ પર આવવાનુ નિમંત્રણ પાઠવું છુ.
અહીં મે ગઝલ ને હાઇકુ ના સ્વરૂપમાં પ્રસ્તુત કરી છે. આશા રાખુ છુ તમને જરૂરથી ગમશે.
આપ આપનો પ્રતિભાવ અવશ્ય લખજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.
હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
http://www.aagaman.wordpress.com
મયુર પ્રજાપતિ
Dilip Gajjar said
કેમ આપણે આવું ના શીખ્યા? jignasamay kavya…sunder Rameshbhai