Archive for September, 2009

નવરાત્રીની આઠમ-પ્રાચીન ગરબો

આજે નવરાત્રીની આઠમ છે. માણીએ એક પ્રાચીન ગરબો…

navratrianim

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા
લીલો તે રંગનો છોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથણી સોઈ રે વાલમિયા
ટીલડીની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા
હારલાંની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાબિયુંની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા
લીલો તે રંગનો છોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

Leave a Comment

નોરતાં

    નવલાં   નોરતાં  ને નવલી  છે રાત

    ગરબે  ઘૂમે   આજ   ભવાની   માત

    દઈ દઈ તાળી આજ  ગાઓને  રાજ

    નવ નવ દેવીઓનાં  દર્શનની  રાત

                 આવ્યાં આવ્યાં માનાં  નોરતાં રે લોલ

                 નવલે   નોરતે  ધબૂકિયાં   રે    ઢોલ

                 ઘૂમો  ગરબે  ને દો  તાળી  રે   લોલ

   કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

   જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ

   સૂણો  સૂણો   ઝાંઝરના   ઝણકાર

   હોમ  હવન  ને   ભક્તિના   નાદ

   માના  દર્શને  થયા  સુખિયા રે  લોલ…આવ્યાં આવ્યાં..

              રમે   રમે  લાલ   કુકડાની    જોડ

              ચાચરના ચોકે મા બહુચરના બોલ

                ઊડે   ઊડે   ગુલાલો  ની    છોળ

ગબ્બરે હીંચે  માડી  અંબિકા  રે  લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે  લોલ …આવ્યાં  આવ્યાં…

          ચૂંદડીમાં  ચમક્યા  આભલા  રે   લોલ

          મંગલ   વરતે  માને  દીવડે  રે  લોલ

         આવ્યાં આવ્યાં માનાં નોરતાં  રે  લોલ 

નવલાં   નોરતે    ધબૂકિયાં  રે    ઢોલ…ધબૂકિયાં  રે ઢોલ(૨)

                              રમેશ પટેલ(આકાશદીપ)

Comments (4)

વિશ્વંભરી સ્તુતિ /Ambamaa ni Stuti

આપ સૌને નવરાત્રીની શુભકામના…

Amba-Mataji copy

વિશ્વંભરી સ્તુતિ  ગત નવરાત્રીમા પોસ્ટ કરેલ.

Leave a Comment

સાથીયા પુરાવો દ્વારે…

આજથી નવરાત્રી શરુ થાય છે તો ચાલો એક પ્રાચીન ગરબાથી શરુઆત કરીએ

 maa2

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે, મા ખોળાનો ખુંદનાર દે.
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે, મા પ્રિતમજીનો પ્યાર દે.

નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી.
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે.
આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે, પીડા જનમ જનમની હરશે.

દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

Comments (3)

National Grandparents Day, Sep.13th

Today is celebrated as National Grandparents Day.

The impetus for a National Grandparents Day originated with Marian McQuade, a housewife in Fayette County, West Virginia. Her primary motivation was to champion the cause of lonely elderly in nursing homes. She also hoped to persuade grandchildren to tap the wisdom and heritage their grandparents could provide. President Jimmy Carter, in 1978, proclaimed that National Grandparents Day would be celebrated every year on the first Sunday after Labor Day.

Comments (1)

શ્રાધ્ધ

ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ

             ને  છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ  દેશ

દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ

           સદા  વરસે  શીશે , પિતૃઓની  પ્રીતિ  વિશેષ

 

લઈ  ખોબામાં તલ પુષ્પ ને કરું  આજ  સંકલ્પ

       સ્મરું શ્રધ્ધાથી  નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ

ત્રિકાળ  સ્નાન સંધ્યાથી  કરું ભાવે આજ  પિતૃ  પૂજન

      થાય  અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન

 

જાશું  ગંગાજી  કે  નર્મદાજી  તટે   કે  જાશું  સરોવર  તીર

      ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર 

પધારો  પિતૃલોકથી  પંચમહા  યજ્ઞે  વિશ્વદેવોને   સંગ

     ઉતારીએ  પિતૃ  ઋણ ને પામીએ સંસારે સર્વ  આનંદ

                                          રમેશ પટેલ (આકાશદીપ)

Comments (9)

આનંદ ચૌદશ

આજે આનંદ ચૌદશ એટલે કે ગણપતિ બાપાના વિસર્જન નો દિવસ.

મને યાદ છે અમે નાના હતા ત્યારે મમ્મી-પપ્પા સાથે સુરસાગરની પાળે વડોદરા નાં

બધાજ ગણપતિ વિસર્જન માટે આવે તે જોવા કાયમ જતા હતા. અમને ખુબ મજા પડતી હતી.

Ganpati1

નીશા-સોલી કાપડિયા ના સ્વર માં તથા આશા ભોંસલે ના સ્વરમાં આ ગીત સાંભળીએ…

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા.જય ગણેશ …

એકદંત દયાવંત ચાર ભુજાધારી,
મસ્તક સિંદૂર સોહે મૂષકકી સવારી.જય ગણેશ …

લડુઅન કા ભોગ લગે સન્ત કરેં સેવા,
જય ગણેશ દેવા પ્રભુ જય ગણેશ દેવા.જય ગણેશ …

અંધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા,
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા.જય ગણેશ …

હાર ચઢે, ફૂલ ચઢે, ઔર ચઢે મેવા,
સબ કામ સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા.જય ગણેશ …

Leave a Comment