સાથીયા પુરાવો દ્વારે…

આજથી નવરાત્રી શરુ થાય છે તો ચાલો એક પ્રાચીન ગરબાથી શરુઆત કરીએ

 maa2

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે, મા ખોળાનો ખુંદનાર દે.
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે, મા પ્રિતમજીનો પ્યાર દે.

નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી.
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે.
આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે, પીડા જનમ જનમની હરશે.

દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

3 Comments »

  1. indravadan g vyas said

    nice pictures,nice garbo,very beautiful selection on the first day of navararri.
    good,
    binaben,
    igvyas

  2. Ramesh Patel said

    Nice welcoming.
    સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
    આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
    જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

    Jay jay Ambema

    Ramesh Patel(Aakashdeep)

  3. Vishvas said

    જય શ્રીકૃષ્ણ બીનાબેન,

    મા અંબેની આરાધનામાં સામેલ ન થાય એવું તો ભાગ્યે જ બને.

    નવલા નોરતા અને નવવેશભૂષામાં સજ્જ ગુજરાતી ગરબાઓ પણ હા આજેય એ શેરી ગરબાનું આકર્ષણ તો ખરું જ.

    આપનો ડો. હિતેશ ચૌહાણ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment