નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે ઘૂમે આજ ભવાની માત
દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલે નોરતે ધબૂકિયાં રે ઢોલ
ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ
કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..
જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ
સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર
હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..
રમે રમે લાલ કુકડાની જોડ
ચાચરના ચોકે મા બહુચરના બોલ
ઊડે ઊડે ગુલાલો ની છોળ
ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ
ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…
ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ
મંગલ વરતે માને દીવડે રે લોલ
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
Chandresh Patel said
નવરાત્રિ એટલે શક્તિની ભક્તિ.ગરબા એટલે ગુજરાતનું ઘરેણું.
નવા નવા ગરબા વાંચવા મળે ,સાંભળવા મળે અને દરેક ગુર્જર
હૈયાં નાચી ઊઠે.
આકાશદીપનો ભક્તિસભર ગરબો ખૂબ જ ગમ્યો. આપની સંકલન
પસંદગી મજાની છે.અભિનંદન
ચન્દ્ર પટેલ
Chirag Patel said
મંગલ વરતે માને દીવડે રે લોલ
આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ
નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)
રમેશ પટેલ(આકાશદીપ)
sunder GARABO.
Chirag Patel
Vital Patel said
nice garabo.
સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર
હોમ હવન ને ભક્તિના નાદ
માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં
Vital Patel
Paresh Patel said
Thanks for sharing nice New Garabo.
Shubha Navaratri
Paresh Patel