પ્રભાત નૂતન વર્ષનું…

Om

પ્રભાત  નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ  ઉજાશ  ભર્યા

પ્રકાશ  પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

 સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા

પ્રગટ્યું  પ્રભાત  નૂતન  વર્ષનું  ને   હૈયે  કલરવ  ગાન  સર્યા

 સ્નેહ  સબરસે  પૂરાઇ  રંગોળી  ને  વાણીએ  મીઠાશ  વણી

મ્હોંર્યા  ભાવ અંતર  વિશ્વે  ને શુભ સંકલ્પના પ્રમાણ  ધર્યા

 સુસ્વાગતમ્  શુભેચ્છાએ  નિર્મલ મનના  આવકાર  ખીલ્યા

ઝૂલ્યા તોરણીયા  દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

 વ્યોમે  ખીલી રંગ ક્યારીઓ  ને ઘરઘર આજ મંદિર  થયા

ફૂટ્યા  ફટકડા  હરખ વેરતા  ને  સમય  ચક્રે  સંધાન  ધર્યા

 ભૂલશું વેરઝેર તો  પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ   રમ્યા

આજ હતું તે  કાલ થયું  ને ‘દીપે નવયુગના  મંડાણ  ધર્યા

                        રમેશ પટેલ (આકાશદીપ)

5 Comments »

  1. Chandra Patel said

    પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

    સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી

    મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

    સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા

    Khuba ja sundar.મનના આવકાર

    Chandra Patel

  2. આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા
    Bina happy New year to you and Shri Rameshbhai with this wonderful message.

  3. Chirag Patel said

    પ્રભાત નૂતન વર્ષનું

    આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા

    પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

    Great bigining,very nice.
    Happy New Year.

    Chirag Patel

  4. Vital Patel said

    પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

    Best welcome with this nice line.
    Enjoyed Bharatiya feelings.

    Happy New Year.

    Vital Patel

  5. pravinash1 said

    Happy New Year
    You welcome new year nicely.
    visit
    http://www.pravinash.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment