“શ્રવણનું-અપહરણ” એક આશિર્વાદ

પ્રભુએ મારી શ્રવણશક્તિ મહદ્અંશે હરી લઇને મારા ઉપર અપરંપાર ઉપકાર કર્યો છે.
તેનાથી હું ખુબ-ખુબ ખુશ અને સુખી છું.
મારી સમજ પ્રમાણે …………..
(૧) અસત્ય હંમેશા ધીમા સ્વરે ઉચ્ચારાતું હોય છે. જ્યારે સત્ય પોકાર પાડીને બોલાતું હોય છે ……. એટલે હું અસત્ય સાંભળવામાંથી બચ્યો…
(૨) કેટલીક વાતો અને વાર્તાલાપ ક્લેશ-દુ:ખ ઉપજાવનારા હોય છે.
…એટલે હું એ ક્લેશ-ઉદ્વેગ-દુ:ખમાંથી બચ્યો…
(૩) નાના અવાજો સંભળાતા નહીં હોવાથી હું મારા કામો ખલેલ વગર
એકાગ્રતાથી કરી શકું છું.
…જેથી મારા કામો સરળતાથી-સહેલાઈથી-સફળતાપુર્વક પાર પડે છે…
(૪) બહારના અવાજો પણ ભગવદ્-પુજાઅર્ચનામાં મને વિક્ષેપ કરતાં નથી.
… એટલેજ ભગવાન સાથે એકતાર અને તનમય થઇને ધ્યાન ધરી શકું છું…
(૫) ઘરના મારી સાથે ઓછી-ખપપુરતી જ વાતો કરે છે.
…એટલે હું અંતર્મુખી થતો જાઉ છું, પરિણામે દુન્યવી માયાથી અલિપ્ત થતો જાઉ છું…
મ્રુત્યુ તરફ ઢાળના સમયે વાસના વિરક્તિ અને વૈરાગ્ય સહજ પ્રાપ્ત થાય છે પરિણામરૂપે અવર્ણનીય હળવાશ અને આધ્યાત્મિક શાંતિનું દુર્લભ સુખ માણી રહ્યૉ છું…..
વધુ જોઇએ પણ શું ? ! ? ! ?
અને એટલે જ એને હું પરમ કૃપાળુ ભગવાનની પરમ કૃપા સમજુ છુ.
(શ્રી ધીરજલાલ એમ. વૈધ નો આ લેખ મોકલી આપવા બદલ ખુબ ખુબ આભાર)
igvyas said
thanks binaben for this article.
it has a very good message.
i have started getting problem of ” hard of of hearing”.
i was serious about it.i went to a E.N.T. specialist last week who after taking my audiogramme , advised me to get a hearing aid.i am looking for a affordable hearing aid.
BUT,now after reading this article i may drop the idea of buying a hearing aid and enjoy my solitude,less distuurbed life.
i am serious.BUT THEN I THINK ABOUT MY JOB AND “I DO NOT want to LOSE IT BECAUSE OF MY PROBLEM OF HEARING.
so let me keep this great idea for later time in life.
bye,
igvyas
readsetu said
what a possitive attitude !!!!!
Pancham Shukla said
What a positive approach!
Ramesh Patel said
મન અને ચિત્તના વિહારને કુદરતી રીતે નિયમન થાય છે.સંસારના વ્યવહારોમાંથી
જીવને આધ્યાત્મિક રસ્તે વાળવાના વિચારો ગુંથતો સુંદર લેખ.
રમેશ પટેલ(આકાશદીપ)
Vital Patel said
અંતર્મુખી and દુન્યવી માયાથી અલિપ્ત
Nicely knitted Thaughts “શ્રવણનું-અપહરણ” એક આશિર્વાદ
Vital Patel