જનનીની જોડ…

 

mother-child1

This is a painting by famous painter Raja Ravi Verma.
The poem by Kavi Shri Botadkar is my top choice…Dedicated to all mothers…

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

                     -દામોદર ખુશાલદાસ બોટાદકર
 
 
 
 

 

 

11 Comments »

  1. જનનીની જોડ સખી! નહી જડે રે લોલ……. હ્રદય દ્રવી જાય તેવી સુંદર રચના અને ગમે તેટલી વાર વાંચીએ તે પણ કંટાળો ન આવે. આભાર!

  2. pragnaju said

    રાજા રવિ વર્માનું ખૂબ સુંદર ચિત્ર
    બાળપણમાં મોઢે કરેલી આ કવિતા હજુયે યાદ છે!
    હવેના જમાનામાં ભૃણની જાતી પોતાની જ જાતી આવે તો ‘પાડી નાંખો’ કહેનાર…ફક્ત પુત્રની જ મા થવા માંગતી પણ જનની આવે છે! જો કે તેની પણ જોડ ન મળે—એક પ્રતિકાવ્ય રચવા જેવું!!

  3. indravadan g vyas said

    ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
    સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

    wonderful poem.thanks binaben,
    i loved it.
    indravadan g vyas

  4. Pravin Shah said

    મન ભાવવિભોર થયું.
    આભાર.

  5. સુંદર ,માતૃભક્તિ અને સ્તુતિભાવનું ગીત – અભિનંદન.
    મા તે મા,બીજા વગડાના વા –
    જગતમાં એક માત્ર એકાક્ષરી સંહિતા કહી શકો આ -મા- શબ્દને.

  6. સુંદર રચના…

  7. jsu today i visited ur blog… very nice… infact this is my one of the most fvrt geet…. n the paitng is awsm…

  8. કવિ બોટાદકરનું નામ વાંચીને મને મારું મોસાળ બોટાદ યાદ આવી ગયું.

    કવિ કાગ તેમની વાણીમાં કહે છે ને !
    “મોઢેથી જ્યારે “માં” કહું ,ને મને નાનપણ સાંભરે.મોટપની મજા બધી મને કડવી લાગે કાગડા”.

  9. Pinki said

    nice to read song again and again …….

    but today i like ur pic. of ravi varma
    gr8….

  10. Vishvas said

    Jay Shir Krishna Binaben,

    Its really a nice poem and i have to say not a single gujarati does not know this poem of mother a divine or god between us.

    yours Dr.Hitesh Chauhan
    drmanwish.wordpress.com

  11. […] સહુને  “મધર્સ ડે” […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: