કૃષ્ણ સુદામાની જોડી

k-s

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ

આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

હે… વ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

Advertisements

7 ટિપ્પણીઓ »

 1. pragnaju said

  કવિ કાંતિ અશોક,સ્વર અને સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય વાળું આ ગીત -ભજન જ્યારે ટહુકો પર માણ્યું ત્યારે તેના કવિ વિષે ઉહાપોહ થયેલો પણ તેની ગાયકી હજુ ભૂલાઈ નથી…આ તો અમારા કૌટુંબના કાર્યક્રમમા અવાર નવાર ગવાતું ગીત

 2. મિત્રતાની પરિભાષા એટલે કૃષ્ણ-સુદામા … સુંદર

 3. Beautiful !

 4. Hi,

  Beautiful Poems about friendship.

  You can read intersting articles realated to this poems at here.

  http://www.krutarth.co.cc/2008/10/friendship-beautiful-world-for-life.html

  Just Go through it and make a Histroy Of Friendship.

 5. bahu ja rasabharyu geet

 6. This poem always touches my heart !

 7. saras…

  મિત્રની પરિભાષા…
  http://rdgujarati.wordpress.com/2006/03/11/mitra-amit/

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: