ભગવાન નો પત્ર / Bhagavan no Patra

તારીખ : આજની .
 
પ્રતિ,
તમોને

વિષય : જિંદગી અને તમે !
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાનઆજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપરભગવાનને માટેએવું અવશ્ય લખવું. એક વખત બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા હોય. પહેલાં જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ , વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
લિ,
ભગવાનની
આશિષ.

                      પત્ર ના લેખક – ડૉ. આઈ. કે. વીજળીવાળા
                      
Advertisements

9 ટિપ્પણીઓ »

 1. pragnaju said

  કેટલાય વખતથી આ ભગવાનનો પત્ર ઈ-મેઈલમાં આવે છે.
  તેમાં ભગવાન વિષે ખૂબ સરળ સમજાવ્યું છે…
  હતાશને દવા સમાન છે એ બધા સ્વીકારશે પણ
  “હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો”
  માં ઘણા હારી જાય છે.યાદ આવી
  શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
  વિશ્વાસના આ ‘વિ’ વિનાના શ્વાસમાં હવે.
  ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે…ક
  ‘વિશ્વાસ’ નામ કોતરી શણગારતાં હવે.
  તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
  વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.
  પધારશો…niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

 2. ખરેખર સુંદર વિચારો છે.ફરજિયાત અમલ કરવા જેવા નિયમો છે. મને લાગે છે કે સ્ટ્રેસનો સારો તોડ છે. મેં ક્યાંક વાંચ્યું છે કે લિંકન તેના સેનાપતિ પર તેના હુકમનો અનાદર કરવા બદલ ગુસ્સે થયેલા અને તેમણે પોતાનો ગુસ્સે સેનાપતિને ઉદેશીને લખેલ પત્રમાં ઠાલવી દઈ તેને પોતાના ટેબલનાં ડ્રૉઅરમાં મૂકી દીધેલો. અભિનંદન.

  કમલેશ પટેલ
  (શબ્દસ્પર્શ)

  http://kcpatel.wordpress.com

 3. ઘણી ખમ્મા, ભગવાન તને !!

  ઘણી ખમ્મા આવી પોસ્ટ મુકનારને.

 4. અહીં આ ફરી વાંચ્યુ. ભગવાનના આદેશો સાંભળવાની અને પાલન કરવાની ક્ષમતાનો અભાવ જ દુ:ખ સર્જે છે ને? સરસ પત્ર છે, આભાર ભગવાનનો અને પોસ્ટ કરનારનો પણ!

 5. neetakotecha said

  khuub saras…
  me aa vastu try kari che..ane nivaran pan thayu che..ema aapdi shrdhdha vadhare kam kare che…karanke aapdne to kyarek ema pan shak aave che ke bhagvan che ke nahi..pan e nivaran kare che etle post aapde jarur mukiye che…
  pan man ne santosh thay evi vat che…

  http://neeta-kotecha.blogspot.com/

  http://aakroshh.blogspot.com/

  http://neetassms.blogspot.com/

  http://neeta-myown.blogspot.com/

 6. Vishvas said

  ખરેખર હવે તો માનવે ભગવાનની વાત માનવી જ પડશે કારણકે હંમેશા અપેક્ષા અને અસંતોષ સાથેની લાલસા જ સર્વ દુઃખોનું કારણ બની રહે છે.
  Dr.Hitesh

 7. arvindadalja said

  સરસ પત્ર. આજના આ મંદીના માહોલમાં સર્વેએ આત્મસાત કરવા જેવો પત્ર છે અને ઈશ્વરમાં સંપૂર્ણ શ્ર્ધ્ધા રાખી વિશ્વાસ પૂર્વક અમલ કરવાથી યોગ્ય પરિણામ અવશ્ય મળશે. અસ્તુ.

 8. જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
  તેહને તે સમે તે જ પહોંચે -નરસિંહ

  આ વાક્યની સાર્થકતા સમજીએ તો મને લાગે છે પત્ર લખવાની જરુર નહિં.

 9. Jem Savery said

  બીના, ખરેખર બહુ જ સરસ પત્ર છે. અને પત્રની એક એક વાત સાચી છે. ખરેખર જિંદગી થી સંતોષ માનવો જોઇએ.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: