બરફ વરસ્યા પછી…/ After the snow falls…

        આજે આખાય મીડ્વેસ્ટ મા ખુબ ભારે હીમ વર્ષા થઈ. અહી બધી નિશાળો મા રજા જાહેર કરી દિધી. જનજીવન ખોરવાઇ જાય તેવુ ભારે સ્નોસ્ટોર્મ હતુ…..
snow

ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ      

ડોલતી ડાળીએથી વેરાતા શ્વેત હિમકણો

કાતિલ ઠંડીથી ઊઠતી પવનની જોરદાર ચીસો

માનવના અસ્તિત્વનો અસ્વીકાર કરતા રસ્તાઓ

અને મારામાં ઊઠતો એક સળવળાટ

 

સફેદી મારી આંખોમાં ઉતરતી ઉભરતી જાય છે.

અને હું બરફની માફક પીગળતી જાઉં છું

કુદરતની આ શ્વેતલીલા મારી ઠંડી ચેતનાને સ્પર્શે છે

અને હું મને જ આશ્લેષમાં લઈ ઊઠું છું

ધ્રુજારીથી ઊઠતા તરંગોની સીમામાં કેદ હું

બરફનો શ્વેત કણ થઈ મુક્તિની ઝંખના સાથે

પ્રકૃતિમાં વિલીન થઈ જતાં બરફના અસ્તિત્વની

શ્વેત પવિત્રતાને નિહાળ્યા જ કરું છું…

નિહાળ્યા જ કરું છું…

       સાભાર  રેખાબેન સિન્ધલ :   http://axaypatra.wordpress.com

  

            —-v

 
Advertisements

16 ટિપ્પણીઓ »

 1. ચારે તરફ પથરાયેલી સફેદ શાંતિ :

  મને પણ આ બર્ફીલી સફેદીનું બહુ આકર્ષણ રહે છે.હું બરફની માફક પીગળી જાઉં અને આ શ્વેતલીલા મારી ઠંડી ચેતનાને સ્પર્શે, એવું લાગે છે કે જાણે પ્રકૃતિમાં વિલીન થઈ જતાં બરફના અસ્તિત્વની શ્વેત પવિત્રતાને નિહાળ્યા જ કરી એ…

  સુંદર કલ્પના

 2. Pinki said

  waah…… !!

  nicely expressed ……..

 3. સરસ અભિવ્યક્તિ

 4. Vishvas said

  જય શ્રીકૃષ્ણ બીનાબેન,
  બરફ એક એવી વસ્તું છે જેને અનુભવી શકાય માણી શકાય પણ જો તેને પોતાની બનાવવા હથેળીમાં કેદ કરો તો ક્યારે પીગળી જાય અને હાથમાંથી છૂટી જાય.
  મન ના વિશ્વાસની મુલાકાત લેતા રહેજો અને આપના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેજો.
  Dr.Hitesh Chauhan

 5. Excellent !

 6. સુરેશ જાની said

  સરસ કલ્પના ..

  અમારે અહીં ડલાસમાં તો કદીક જ સ્નો પડે . પણ બે વરસ પર પડ્યો હતો એના પરથી એક અચાંદસ કાવ્ય સ્ફુર્યું હતું =
  http://kaavyasoor.wordpress.com/2007/01/19/e_shu_suresh_jani/

  અને

  http://antarnivani.wordpress.com/2007/01/19/e_shu_suresh_jani/

 7. Click on the words Christmas Card

  Christmas Card

  We are burried in Snow yesterday.
  White Christmas this year!

  Rajendra

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 8. રેખા સિંધલ said

  Thank you for posting this poem I wrote. I appreciate you and all the readers Including who sent the feed back.

 9. રેખા સિંધલ said

  I am sure all of you are ok during the storm.

 10. Sudhir Patel said

  Very good poem on snow! Enjoyed the feeling by heart!!
  Sudhir Patel.

 11. pragnaju said

  અમે તો આ માણીએ છીએ
  એનારબર ડૉમમાંથી અમારા પૌત્રને લઈ આવ્યા
  રસ્તામા મઝાના દ્રષ્યો માણ્યા
  બધા બહાર નિકળી સામે લુમીઝ પાર્કમા બોર્ડ પર સર્યા
  ગોળા કરી એક બીજાને વધાવ્યા
  મોટો સ્નોમેન બનાવી —આંગણામાં મૂક્યો
  લખવા બેસીએ તો પાનાના પાના ભરાય
  એક શબ્દમાં કહેવું હોય તો
  મઝા જ મઝા

 12. chandravadan said

  Nice Poem by Rekhaben…& Thanks to Bina for the Post !
  Snow related Kavya on HOME of CHANDRAPUKAR too …..See you there !
  http://www.chandrapukar.wordpress.com

 13. સુંદર કાવ્ય … ચિત્ર અને કાવ્ય બંનેની – શ્વેતલીલા- ગમી !

 14. […] ને જોયુ તો બધુજ સફેદ રાત મા બરફ પડ્યો હતો, અને આજે ફરીથી કહે છે […]

 15. Dhirajlal Vaidya said

  આપનુ બર્ફીલી સંવેદના ભર્યું કાવ્ય વાંચ્યું, માણ્યુ,
  ડુંગર દૂરથી રળીયામણાં, પાસે જાવ તો બીહામણાં છતાં માનવ સ્વભાવ એ બિહામણાં માંથી રળીયામણું જ વીણી કાઢે છે. એને જાણે છે, માણે છે, વાગોળે છે. એ જ તો જીવનનો નિજાનંદ છે ને
  મને લાગે છે કે ” બર્ફીલી હિમવર્ષા એ કુદરતનું સુંદર,સુંવાળું, રૂપાળું ” રૌદ્ર ” સ્વરૂપ છે.
  એ એવી સુંવાળી સુંદરતા છે કે પ્રકૃતિ નો શ્વાસ તેમા રૂંધાય છે…… જેવી કુદરતની મરજી.
  બીજા નાના-મોટા કાવ્યો પણ વાંચ્યાં અને માણ્યાં પણ ખરાં. ખરેખર કુદરતની સારી-માઠી દેણગી માંથી પણ કવિઓ એ પોતાની સંવેદના ઓતપ્રોત કરી આનંદ લૂંટ્યો. ……. અસ્તુ.

 16. […] આખાય મીડ્વેસ્ટ મા ખુબ ભારે હીમ વર્ષા થઈ. ૨ ફુટ જેટલો સ્નો જમીન પર છે. સાથે ૪૦ […]

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: