દીકરો મારો લાડકવાયો…

b-asleep

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

                     કવિ શ્રી કૈલાશ પંડિત

Advertisements

11 ટિપ્પણીઓ »

 1. RACHANA GAMI…..દીકરો મારો લાડકવાયો…..See you on my Site !
  http://www.chandrapukar.wordpress.com

 2. pragnaju said

  દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
  વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.
  દીકરો મારો લાડકવાયો…
  કેટલું સુંદર
  જાણે શ્રી હરિ નીંદમાં પોઢેલ…
  બાળક ભલે ગમે તેટલું રડતું હોય
  હાલરડું સાંભળે
  અને
  આનંદ જ આનંદ!

  આવો હાલરડાનો પ્રયોગ વૃધ્ધો પર કર્યો હોય તો?

 3. indravadan g.vyas said

  i liked the poem.i think the poet must be jhaverchand meghani.
  i like the idea of pragnaju.
  “આવો હાલરડાનો પ્રયોગ વૃધ્ધો પર કર્યો હોય તો?”
  well i do not know what can happen because still i am 66 years of age,how do i know what can happen with older people if shch halardu is sung to them..ha ha ah.

 4. Archana said

  Have a look at http://gujarati.blogkut.com

 5. રેખા સિંધલ said

  વાયરા સાથે વાત કરી પ્રેમ વાયરામાં ભળીને શ્વાસોશ્વાસમાં વણાઈને પ્રુત્રના દિલમાં પણ ઉતરવાનો જ .માતા જીજીબાઈએ હાલરડામાં દેશ પ્રેમ પાયેલો. મારા નાનાભાઈ માટે એ હાલરડું હું ખુબ ગાતી. મારી પાસે લગભગ આગલી પેઢીના બધા કવિઓની બધી રચનાઓ છે. કોઈને જોઈએ તો કહેજો ગમતાના ગુલાલનો પણ આનંદ છે.

 6. Mitixa said

  લાડકવાયા દીકરાને ઊંઘમાં ખલેલ ના પડે તે માટે કોઈ પણ મા હોય ખૂબ કાળજી રાખે છે. પછી તે વાયરો પણ કેમ ના હોય તેને પણ કહેવાનું મન થાય કે તું ધીરે વાજે.
  માતાઓ એમ જ ઈચ્છે છે કે પોતાના બાળકને આ દુનિયામાં જે સર્વશ્રેષ્ઠ છે તે જ બધું મળે. એ જ તો માનો પ્રેમ છે.
  ખૂબ સરસ…

 7. સરસ.આ રચનામાં જે તે સમય અને સ્થળનું પ્રતિબિંબ દેખાય છે.

 8. Vishvas said

  જય શ્રીકૃષ્ણ બીનાબેન્,
  મા માટે તો તેનો દીકરો સર્વસ્વ હોય છે અને તેની નાનામાં નાની વાતનો પણ ખ્યાલ રાખે છે.પણ દિકરો ન જાણે કેમ આ પ્રેમને વિસરી જાય છે એ પણ ત્ય્યારે કે જ્યારે એ પોતે પણ પિતા બની એ વેદના અનુભવવાને આરે છે.
  પ્રજ્ઞાજુ દાદીએ બહું સારી વાત કહી છે જે સમયે પોતાના વૃદ્ધ માતા-પિતાને પણ સૂતા સમયે હાલરડા સાંભળવા મળશે એ કલ્પના પણ કેટલી અનેરી છે અને આ શક્ય છે જ અને એ માટૅ આપણે જ આગળ આવવું પડશે.
  નવુ વર્ષ મુબારક આપને તથા આપના સમગ્ર પરિવારને.
  સુસ્વાગતમ ૨૦૦૯.
  ડૉ.હિતેશ ચૌહાણ
  http://drmanwish.wordpress.com/

 9. કવિ શ્રી કૈલાશ પંડિત

 10. મારું પ્રિય હાલરડું..અહી ફરી એકવાર માણી આનંદ થયો.

 11. Reading said

  બિના બહેન,
  સૌ કોઇ દીકરી વિષે કવિતા લખે,
  પરંતુ આપે તો દીકરા વિષે કૈલાશ પંડિત ની રચના પોસ્ટ કરી,
  ખૂબ સરસ કામ કર્યુ.મને ગમ્યું.
  ઘનશ્યામ.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: