આ નભ ઝૂકયું તે કાનજી…

Wish all the readers a Very Happy, Healthy and Peaceful New Year, 2009.

radha-krishna

આ નભ ઝૂકયું તે કાનજી,
ને ચાંદની તે રાધા રે.
આ સરવરજલ તે કાનજી,
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી,
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત-શિખર કાનજી,
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી,
પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી,
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી,
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી,
ને નજરું જુએ તે રાધા રે!

      – પ્રિયકાંત મણિયાર

Advertisements

5 ટિપ્પણીઓ »

 1. બીના, આ નભ ઝુક્યુ તે કાનજી..ખુબ સુંદર કાવ્ય તમે આપ્યુ માટે આભાર…કવિ કેટલી ખુબીથી સરવર જલ અને પોયણી ,પરવત શીખર અને કેડી એક દ્વેતનું અદ્વેત દર્શાવે છે…કલાપીના રે પંખીડા કાવ્યે મને ભાવવિભોર કરી દીધો..શું ભાવના છે એક રાજવી હોવા છતાં…તમારા ખુશીના પ્રતિભાવે મને બે પંકિતઓ વધુ સ્ફૂરી તે જોઈ જશો ? આપનો બ્લોગ સુંદર છે હું હજી શીખાઉ ભગત છું.

 2. કોમેન્ટ પછી તમારો પરીચય વાંચ્યો.ભાષા માટેની આપની નિસ્વાર્થ વ્ર્ત્તી શ્પર્શી ગઈ. આપણી ગુર્જરી રહેશે તેવી આશા દ્ર્ઢ થઈ. મહેન્દ્ર મેઘાણીને એક્વાર લેસ્ટરમાં આપણી ભાષા ટકશે તેવો પ્રશ્ન પુછતા ખલાસ થઈ જશે તેમ કહ્યું…મને આશા છે આપણા જેવા સંભાળશે..હું કદી મારી મા..નહી રહે તેવું સપનામાં ય વિચારી શક્તો નથી. સુંદર બ્લોગ અને કાર્ય માટે પુનઃ અભિનંદન

 3. આ નભ ઝૂકયું તે કાનજી,
  ને ચાંદની તે રાધા રે.

  કૃષ્ણ અને રાધાની વાતો ખુટે એવી નથી, અદ્ભૂત આનંદ મળતો હોય છે જ્યારે આવા ભાવો પ્રગટ થતા હોય છે.

 4. indravadan g.vyas said

  very good poem.one can hear this song on tahuko.com.

  priyakantbhai had sung this live when i met him at his bangal’s (chudi) shop near balahanuman on gandhi road in ahmedabad in 1967 or around that time.he was lost while reciting this poem.krishna and radha’s poems always facinates me too.
  hope you all know that madhav ramanuj has written few nice poems on this subject.
  keep up binaben, you are doing great service to Ma gurjari.

 5. Krutesh said

  Hello Binamasi,

  Thanks for sharing this famous poem. I have copied lyrics of this poem from your blog to my blog and posted the same in voice of Hansaz Dave, Nirupama Shetha and Hema Desai. I hope you do not have any objection. If you have any, please let me know.

  Thanks

  URL of Relevant Post :http://www.krutesh.info/2011/01/blog-post_24.html

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: