હું હમણાંથી મને મળી શકતો નથી

રાજેશભાઇ નુ આ કાવ્ય આપણને બધાને વિચારતા કરી દે તેવુ છે.

શું આપણે આપણી જાત ને મળી શકીએ છીએ?

  electronics14

હું હમણાંથી મને મળી શકતો નથી,
કોઇને પણ ઈચ્છું તો
લગભગ મેળાપ થઈ જાય છે
,
મારા જ ફોનથી,
જો મારા નંબર પર
મને ડાયલ કરું તો
,
હંમેશા એંગેજ ટોન સંભળાય છે

થાય છે કે
શું ખરેખર હું વ્યસ્ત થઇ ગયો છું
?

ફરી પ્રયત્ન કરું છું અન્યને,
ક્રુપા કરી ને થોડી વાર પછી ડાયલ કરો,
સંભળાય છે મારા એક અંગત નંબર પર..
ઘણી વખતે પહોંચની બહાર જતા રહે છે તે,
જે હંમેશા દિલ ની ધડકનો સાથે રહ્યા છે
,

રીંગ વાગે છે સામે છેડે,
ને દીલ ની બેતાબી તેજ થતી રહે છે
;

કટથતો ફોન આપોઆપ
સ્વીચ ઓફથૈ જાય છે!!!

ફરી ડાયલ કરું છું મારા ફોન થી મારો નંબર
ને સંભળાય છે

ઇસ રુટકી સભી લાઈને વ્યસ્ત હૈ!!!

થાય છે કે ખરેખર હું મને મળી શકતો નથી!!!

                              

                                    ડો. રાજેશ પ્રજાપતિ

http://www.shashvatxama.blogspot.com/

          

   

 

 

 

Advertisements

6 ટિપ્પણીઓ »

 1. ડો. રાજેશ અંતરની સાવ સાચી વાત કરે છે પોતાની વ્યસ્તતાને જ મહાનતા ખપાવતા મોર્ડન મહાનુભાવોની કમી નથી. ઈસ રુટ કી સભી લાઈને વ્યસ્ત હૈ…અહી જ શરુ થાય છે અધ્યાત્મ તરફની પગદંડી..મારું સદ્ભાગ્ય કે બે વાર દર્રોજ ધ્યાનના મનમંદિરમાં ( આજે પ્રાતઃ ૪ વાગે કેમ કે દિવસે સમય નથી )મારી અંદર ઉતરું છું અને મળી લઉ છુ મને ખુદને….અધ્યાત્મ સભર કાવ્ય રજુ કરવા બીના માટે મારી અએક પંકિત,..
  ગુર્જરી બીના કહાની મંજિલે પહોચાડશે,
  ઈશને ગમતા ફુલોનો હાર કરવો જોઈએ !
  દિલીપના અભિનંદન

 2. વ્યસ્તતાના વિશ્વવ્યાપી માહોલમાં માણસ સાચે જ પોતે પોતાને મળી શક્તો નથી… સુંદર અભિવ્યક્તિ…

 3. bhattji said

  સુંદર …
  માણસ પોતનાથી સાવ ભૂલાઇ ગયો છે, મોબાઇલે તેને ખોટું બોલતો કરી દીધો છે ! “ક્યાં છો ?” હોય ઘરમાં અને કહે “દાદર સ્ટેશને છું !”.
  આ દુનિયા : કાગળ ડૂચ્ચો
  આ માણસ : પક્કો લૂચ્ચો

  માણસને ઇશ્વર પર શક
  ઇશ્વરને માણસ પર શક

  સુખને દુ:ખ તો નપુંસક

  – ધન્યવાદ

 4. indravadan g.vyas said

  good poem selection binaben.

  dilipbhai gajjar has shown the way to get a direct hot line link to ” Me”. this link will also connect me to “Him” too someday….
  thanks,
  indravadan vyas

 5. bimalchauhan said

  thanks

 6. Hi
  Thank’s for watching my blog….
  Thank’s for reading and putting my poem
  On your blog…..bina’s blog…
  Bye..take care…

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: