દીકરીની વિદાય…

લગ્ન ગીત ગવાય, લગ્ન થાય  પછી કન્યાવિદાય તો કરવીજ પડેને?
તો આજે રજું કરું છું એક દીકરીની વિદાય વેળાનું  ગીત
શ્રી રમેશ પટેલ આકાશદીપની ઉપાસના કાવ્યસંગ્રહની કૃતિ.

lagna-doli

વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરે દોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલ ખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગ સખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતી અનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલી દીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્ન આંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગે શરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે કન્યા પીળે હસ્ત
આવી ઢૂંકડી વિદાય વેળા
માવતર ઝીલે છૂપા પડઘા
વ્યથાની રીતિ ના સમજાતી
વાત કેમ કહેવી બોલે દીકરી
ઝીલ્યા વડીલોના મોંઘા બોલ
વગર વાંકે ખમ્યા સૌના તોલ
દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
કેમ સૌ આજ મને દો છોડી
આવી રડતી બાપની પાસે
બોલી કાનમાં ખૂબ ધીરે
કોને બોલશોવઢશો પપ્પા હવે
હું તો આજ સાસરિયે ચાલી
કેવું અંતર વલોવતા શબ્દો બોલી
જુદાઈની કરુણ કેવી કથની
થયો રાંક લૂંટાઈ દુનિયા મારી
આજ સંબંધની સમજાણી કિંમત ભારી
આંખનાં અશ્રુ બોલે વાણી
નથી જગે તારા સમ જીગરી
તું સમાઈ અમ શ્વાસે દીકરી
તારા શબ્દો ટપકાવે આંખે પાણી
વહાલી દીકરી
ઘર થયું આજ રે ખાલી

Advertisements

4 ટિપ્પણીઓ »

 1. હ્દય વલોવાઈ ગયું..કવિમિત્રની પંકિત યાદ આવી ગઈ…

  ચાર દિવાલોની આ માયા તુજ્થી ઘર લાગે છે
  એક દિવસ તું ઉડી જશેને ડર ભારે લાગે છે
  તુજ્વિણ નક્કી ખખડી પડશે પપ્પા નામનો પૂલ

  સુંદર રચના બદલ બીનાને અભિનંદન

 2. Vital Patel said

  દીકરીની વ્યથા ઉરે ઉભરાણી
  કેમ સૌ આજ મને દો છોડી
  આવી રડતી બાપની પાસે
  બોલી કાનમાં ખૂબ જ ધીરે
  કોને બોલશો-વઢશો પપ્પા હવે
  હું તો આજ સાસરિયે ચાલી
  How I can stop my tears?

  Vital

 3. Binaben, Very…Very good poem.
  Tamru khud nu kayk lakho to aand thase.
  Pls Vist us : http://kalamprasadi.blo.co.in
  http://yuvarojagar.gujaratiblogs.com

 4. નથી જગે તારા સમ જીગરી
  તું સમાઈ અમ શ્વાસે દીકરી
  ઓ વહાલી દીકરી………………. nice… thanks for sharing.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: