વસંત પંચમી

 આજ ગગને ઉત્સવ કોના?
         
કે સૂરજદેવ શણગાર કરે
ઢળતી સંધ્યા એ વાયા વાયરા
  
ને વિધાતા ચાંદાનો ઉપહાર ધરે
 
આજ ધરતી એ ઉત્સવ કોના?
            
કે વસંત દેવ ફૂલહાર ભરે
મંદમંદ મલકે મરુત દેવ
      
ને હળવે સુગંધનો થાળ ધરે
 
આજ ઘૂઘવતા ઉત્સવ કોના?
          
કે સાગર મોતીથાળ સજે
ઝરમર ઝરમર ધોયા આંગણાં  
      
ને    મંજરી કલરવ પ્યાર ધરે
 
મન મંદિરના દ્વાર ખૂલ્યા ને
      
વસંત પંચમી વધામણી  દે
માત સરસ્વતી પ્રગટ્યાં જગેને
       
વિચાર વૈભવના નીધિ ધરે
 
આજ ગગને ઉત્સવ શારદાના
              
ત્રિદેવ પાવન પાઠ પઢે
વાગી વીણા ને બોલ્યા મોરલા
       
વસંત પંચમી વરદાન ઝીલે
 
                     -રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

3 ટિપ્પણીઓ »

 1. Chirag Patel said

  આજ ગગને ઉત્સવ શારદાના
  ત્રિદેવ પાવન પાઠ પઢે
  વાગી વીણા ને બોલ્યા મોરલા
  વસંત પંચમી વરદાન ઝીલે

  મનમાં વસંત પ્રગટાવતી સુંદર ઉચ્ચ કલ્પના ભરી

  સુંદર કૃતિ.ખૂબ ગમી.

  ચીરગ પટેલ

 2. Sunder bhavthi vasant ne vadhavi chhe…Anand thayo, sarasvati na Pragatya thi…

 3. Keyur Patel said

  ઢળતી સંધ્યા એ વાયા વાયરા
  ને વિધાતા ચાંદાનો ઉપહાર ધરે
  really beautiful,enjoyed.

  મેઘધનુષ પર લાલ કિલ્લા ગર્વિલા અને આપના બ્લોગ પર

  વસંત પંચમીની ખૂબજ સુંદર જુદી પડતી ,આકાશદીપની

  રચનાઓ માણવા મળી.ગુજરાતી કાવ્ય જગત આપના

  સૌના પ્રયાસથી ખીલી રહ્યું છે. અભિનંદન.

  કેયુર પટેલ

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: