મારું બચપણ ખોવાયું

 

 

girl-jumping-rope

 

 

પાંચીકા રમતીતી, દોરડાંઓ કુદતીતી, ઝુલતી,તી આંબાની ડાળે
ગામને પાદરિયે જાન એક આવી
, ને મારું બચપણ ખોવાયું એ જ દાડે

મઘમીઠા મહુડાના ઝાડ તળે બેસી ને લખતી,તી દાદાને ચિઠ્ઠી
લખવાનું લખિતંગ બાકી હતું
,
ને મારે અંગે ચોળાઇ ગઇ પીઠી
આંગણ માં ઓકળીયું પાડતા બે હા લાલ થાપાઓ ભીંત ઉપર પાડે
                                        મારું બચપણ ખોવાયું એ જ દાડે

પાનેતર પહેરી ને પંખી ઉદાસ, છતામ મલકાતાં મામા ને કાકી
બાપુના હુક્કા માં તંબાકુ ભરવાનું
,
બાને કહેવાનું હતું બાકી
પાણીડાં ભરતી એ ગામની નદી
,
મારા બાપુ નાં ચશ્માં પલાળે
                                      મારું બચપણ ખોવાયું એ જ દાડે

ઢોલ અને શરણાઇ શેરીમાં વાગિયાં ને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશા માં ઉગેલી કૂંપળ તોડાઇ એક તાજી
ગોરમા ને પાંચ પાંચ વરસોથી પૂજ્યાં ને ગોરમા જ નાવ ને ડુબાડે
                                          મારું બચપણ ખોવાયું એ જ દાડે

                                                                    -મૂકેશ જોશી

 

Advertisements

4 ટિપ્પણીઓ »

 1. Ramesh Patel said

  પાંચીકા રમતી’તી, દોરડાંઓ કુદતી’તી, ઝુલતી,તી આંબાની ડાળે
  ગામને પાદરિયે જાન એક આવી, ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

  ગોરમા ને પાંચ પાંચ વરસોથી પૂજ્યાં ને ગોરમા જ નાવ ને ડુબાડે
  મારું બચપણ ખોવાયું એ જ દા’ડે

  Very Well expressed feelings of our childhood.

  Ramesh Patel(Aakashdeep)

 2. indravadan g.vyas said

  very nice song making every parent of a daughter weep.thank god my daughter and my bhaniben live in the same area of the same city where i live.,so i can see and talk to them quiet often.both my daughter and bhaniben would not remind my wife to fill tobaco in my hukko,instead they would tell my wife to cook food with little salt and grease, ha ha ha,,,,.
  i enjoyed the song .
  thanks,
  i.g.vyas

 3. Lakhvaanu likhitang baki hatu ne…khub sunder binaben, sambhalva ma ya game tevu chhe..dikrina song bahu hrudaysparshi hoy chhe nah ? dilip

 4. શુભ પ્રભાત. સુંદર રચના.જુદા જ વાતાવરણ નો અનુભવ કરાવે એવું ગીત માણવાનું ગમ્યું.

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: