મીઠી માથે ભાત – વિઠ્ઠલરાય આવસત્થી

(દોહરો)

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતાં જંગી ઝાડ,
રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,
મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

 

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,
વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

 

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,
બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યા તૈયાર.

સોંપ્યુ સાથી સર્વને બાકી બીજું કામ,
સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

 

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,
રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

 

 

(ભુજંગી)

કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું,
કીકો લાવ મારી કને, જા તું બાપુ.

હજી ઘેર આતા નથી તુજ આવ્યા,
ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.’’

 

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,
દીઠા છે કદી તેં ઊગ્યા મોલ કેવા ?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,
દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.

 

કહી એમ માથે લઈ ભાત ચાલી.
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

 

 

(દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,
ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,
સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

 

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,
એમ અધિક ઉતાવળી દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ
થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

 

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં જકડાઈ,
મીઠી બાળા મોતના પંજામાસપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો ? કુદરતમાં કકળાટ !
વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂ ની બની સૌ વાટ !

 

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પહોચી ઘર પાંચો કરે મીઠી ! મીઠી !સાદ :
મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.

 

પટલાણી આવી કહે : મેલી છે મેં ભાત,
મળી નથી તમને હજી ? રોકાણી ક્યાં રાત ?’

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,
કહાં ગોત કરવી હવે ? ગઈ હશે પગવાટ !

 

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,
ગયાં તુર્ત તે ગો તવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
ઝાંખા સર્વે ઝા ડવાં, દારુણ જાણ એ દુ:ખ.

 

મીઠી ! મીઠી !પાડતાં બૂમ ઘણી માબાપ,
જવાબ પાછો ના મળે તેથી કરે વિલાપ.

પળતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,
તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

 

ખાલી આ કોણે કરી ? હશે સીમના શ્વાન ?
મીઠી કાં મેલી ગઈ ? – બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,
મીઠી કેરી ઓઢણી -પોકેપોકે રોય.

 

હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું – ઝમે રુધિર !
ઉત્તર એનો ના મળે : બધુંય વિશ્વ બધિર !

નિરાશ પાછા એ વળ્યાં કરતાં અતિ કકળાટ,
મીઠી ! મીઠી !નામથી રડતાં આખી વાટ.

 

વાઢ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત,
તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત

 

Advertisements

5 ટિપ્પણીઓ »

 1. ChIrag Patel said

  ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
  ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ,
  સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,
  ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

  A song on toung from our childhood.
  nice,,Thank you Beenaben

  Chirag Patel

 2. ખુબ ખુબ આભાર બીનાબેન..
  હુ ઘણા દિવસો થી આ કવિતા શોધતો હતો….
  આ બધી કવિતા મારા બાળપણ નુ સ્મરણ કરાવે છે..

  KiranKumar Roy
  http://gujaratisahityaa.blogspot.com/

 3. indravadan g.vyas said

  very very good poem.you moved me to my childhood days.
  thanks,
  indravadan g vyas

 4. one of my favorite. શાળામાં ભણતા હતા ત્યારે આવતી હતી અને તે વખતે જ મનમાં ઉતરી ગયેલી. પોતાની વહાલસોયી પુત્રી ઘરે પાછી ન આવવાની વ્યથા અને પછી શોધવા જતા એને કાયમ માટે ખોઈ દેવાની કરુણ ઘટનાથી બ્હાવરા બનેલ માતાપિતાના હૃદયની ભાવનાઓનું સુંદર ચિત્રણ અને પ્રકૃતિ પર એની અસર બહુ અસરકારક રીતે ઉપસી છે. એ વાચકના હૃદયને પણ શોકમાં ડૂબાડી દે. કવિનું નામ યાદ નહોતું, તમે યાદ કરાવ્યું તે બદલ અને આ સુંદર કાવ્યથી ફરી શાળાના દિવસો યાદ કરાવ્યા તે બદલ આભાર. હજુ ઘણાં કાવ્યો યાદ આવે છે … ઈલા દિવાળી દીવડા કરીશું … એ બધા પણ ક્યારેક મૂકજો.

  સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,
  રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

  નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કુ મુખ,
  ઝાંખા સર્વે ઝાડવાં, દારુણ જાણ એ દુ:ખ.

 5. Nayan Naik said

  Beenaben,

  no words to explain how happy i am…. my father Manu Naik (Former Bureau Chief PTI) used to tell us this poetry while go to bed…. My elder sisters & me, all three we use to cry whenever our dad explain it to us….

  Thank you so much…
  Nayan Naik

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: