માવલડી

તારીખ ૧૦ મે ના રોજ મધર્સ ડે છે, પણ હુ માનુ છુ કે આપણા ભારતીયો માટે તો દરરોજ મધર્સ ડે હોય છે. આપણી સંસ્ક્રુતિ મા તો માતા-પિતાને પુજનીય માન્યા છે અને સાચુ જ કહેવાય છે,  “માત્રુ દેવો ભવ:, પિત્રુ દેવો ભવ:”

ચાલો આજે શ્રી રમેશ પટેલ (આકાશદીપ) ની નવી રચના માણીએ,
અને હા ચિત્ર છે મારા પ્રિય ચિત્રકાર
  

 mom-child2

તું રે માવલડી ચંદન તલાવડી
જગની  તરસ્યું   છીપાવે  જી   રે
 
બા  બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે    કેસર    ઘોળે   જી રે
 
માનો તે ખોળો પ્રેમનું પારણું
સ્વર્ગનો લ્હાવો લૂંટાવે જી રે
 
જનનીનું હૈયું ધરણીનું ભરણું
નીતનીત વ્હાલે વધાવે જી રે
 
અમી વાદલડી વરસે નયનોથી
જીવનમાં તૃપ્તી સીંચે  જી રે
 
તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
દિઠું ઋણી જગ સારું જી રે
 
મા ને ખોળે ઝૂલ્યા જાદવજી
વૈકુંઠના સુખ કેવા ભૂલ્યા જી રે
 
પૂંજુ મા તને ચરણ  પખાળી
તુજ દર્શનમાં ભાળ્યા જગદમ્બા જી રે

 

Advertisements

6 ટિપ્પણીઓ »

 1. Chandra patel said

  જનનીનું હૈયું ધરણીનું ભરણું
  નીતનીત વ્હાલે વધાવે જી રે

  સુંદર કવિતા ,મા ના સ્વરુપનું દિલમાં વસી જાય તેવું નીરુપણ.

  ખૂબ જ ગમ્યું

  ચન્દ્ર પટેલ

 2. indravadan g.vyas said

  very nice selection of a poem by “akash deep” ramaesh patel binaben on mother’s day parva.
  god made mother so that He could reach every child in the world through her.
  good,
  indravadan g vyas

 3. Vishvas said

  જય શ્રીકૃષ્ણ બીનાબેન,
  સાચી વાત કહી માતા માટે કાંઇ એક દિન ન હોય આપણું અસ્તિત્વ જ જેને આભારી છે તેને તો રોજ વંદન કરી હંમેશા ખુશ રાખવા જોઈએ.

  great poem of Rameshbhai

  આપનો ડો.હિતેશ ચૌહાણ

 4. Vital Patel said

  તારી તપસ્યા ત્રણ લોકથી ન્યારી
  દિઠું ઋણી જગ સારું જી રે

  very nice poem in all respect.
  like to read and enjoy more than once.
  Vital Patel

 5. Sweta Patel said

  બા બોલું ને ઝૂલે રે બાળપણ
  આયખે કેસર ઘોળે જી રે

  Binaben, thanks to share such nice poem.

  Sweta Patel

 6. bahu sarash tamro blog che

  ahi ba ni kavita mari muku chu
  બા

  બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
  બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
  બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
  તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
  બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,

  મારા બચપન મા બા

  તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
  તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
  તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
  તે ચાલતા ય મને ડગલે ને પગલે સીખવાડીયુ ,
  તે મને સારા નરસાની રીતભાત મને સીખવાડી,
  તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુસીંમા ખુસતુ,

  તારા બુઢાપા મા બા

  તે આપી મને આ સસારમા ખુબ ખુસી અને આજ તારી એકલતા ની વાત આવી,
  તે આખી જીદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
  બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે,મને મારી ઓફિસ વચ્ચે આવી,
  બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દહીસ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,

  તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,
  મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,
  બા તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસારનુ,
  બા તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ,

  –ભરત સુચક

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: