મફતનાં કામણ…

BOGO

         

મફત  મફતના  મંત્રોથી  ગુંજે,  નવયુગનો  દરબાર

મફતના  પાઠ  રટી  હોઠે , આજ  થઈ  જાઓ  તૈયાર

 

નામ  મારું છે મફતલાલ, કહું  ગમતી મફતની વાત

એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી  મફતમાં આજ

 

સદીઓ પહેલાં  મફત  લેવામાં, લાગતી શરમ અપાર

પણ  નવા જમાને ‘ મફત’ ચલાવે  દુનિયાના વ્યવહાર

 

મફતનો અજંપો   લાગે ના માટે નવાજાતી  શિષ્ટાચારી

સેવાની કદર  કરી  શેઠજી, ભાવે આપજો બોણી અમારી

 

લાંચ  શબ્દ  છે  અણગમતો , પણ  બક્ષિસ  પ્રેમે  ખપે

રોકડ સોગાદ બંગલા ગાડી દેખી  આજના મુનીવર ચળે

 

મફતનો મહિમા ના જાણી,વાંઢાજી કચકચ ના થાજો કાજી

મફત માયલેજ મળે વિમાને ને અમારે ઘરવાલી છે રાજી

 

રાચ રચીલું નોકર-ચાકરથી શોભે ‘મફત’ મહેલ ચૌટા વચ્ચે

સમજી  જાજો  શાણા  થઈ, મફત  મફતમાં  કોણ  કોને  લૂંટે

 

મફત મફતમાં  ભેગું કરેલું, સમય આવે મફતમાં  સરી જાય

પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી  થવાય

                                       રમેશ પટેલ (આકાશદીપ)

Advertisements

2 ટિપ્પણીઓ »

 1. Sweta Patel said

  સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર

  પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર

  Very nice.Enjoyed topic of poem.Something pleasent.

  Sweta Patel

 2. Ramesh Patel said

  Thanks Binaben,You are first to publish MAFAT.

  Shri Sureshbhai has also enjoyed thim of THIS poem.

  pl visit
  http://kaavyasoor.wordpress.com/

RSS feed for comments on this post · TrackBack URI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: