Archive for ગરબો

સૌને શુભનવરાત્રિ ! માનો ગરબો રે…

આજથી આસો નવરાત્રિ શરૂ, સૌને શુભનવરાત્રિ !

આજે આ વીડીઓ જુઓ

શબ્દો વાન્ચવા અહી ક્લીક કરો

Advertisements

ટિપ્પણી આપો

નવરાત્રિની શુભકામના – ગરબો

આજથી આસો નવરાત્રિ શરૂ, સૌને શુભનવરાત્રિ !

આજે  પ્રાચીન  ગરબો…

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો  રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ!

કિયા કિયા ગામે પધરાવ્યો ઓલ્યા ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

અંબાજી ગામ પધરાવ્યો ઓલ્યા ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

કોના કોના માથે ઘૂમ્યો ઓલ્યા ગરબો
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ!

કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ!

Comments (4)

ગરબો / ચપટી ભરી ચોખા ને…

અત્યારે ચૈત્ર નવરાત્રી ચાલે છે તો ચાલો આજે માણીએ આ પ્રાચીન ગરબો

ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો
શ્રીફળની જોડ લઈએ રે….
હાલો હાલો પાવાગઢ જઈએ રે…
સામેની પોળથી સુથારી આવે,
સુથારી આવે માના બાજોઠ લઈ આવે
બાજોઠની જોડ લઈને રે… હાલો….
સામેની પોળથી કસુંબી આવે,
કસુંબી આવે માની ચૂંદડી લઈ આવે,
ચૂંદડીની જોડ લઈને રે….. હાલો…
સામેની પોળથી સોનીડો આવે,
સોનીડો આવે માના ઝાંઝર લઈ આવે,
ઝાંઝરની જોડ લઈને રે… હાલો….
સામેની પોળથી માળીડો આવે,
માળીડો આવે, માના ગજરા લઈ આવે,
ગજરાની જોડ લઈને રે…. હાલો….
સામેની પોળથી ઘાંચીડો આવે,
ઘાંચીડો આવે માના દીવડાં લઈ આવે,
દીવડાની જોડ  લઈને રે…. હાલો….

સાથે સાથે  વાંચો અંબા માતાજી ની વિશ્વંભરી સ્તુતિ જે આસો નવરાત્રીમાં પોસ્ટ કરેલ
અને આસો નવરાત્રીમાં પોસ્ટ કરેલ શ્રી અંબા માતાની આરતી

આનંદનો ગરબો

Comments (3)

પ્રાચીન ગરબો

આજે નવરાત્રીની આઠમ છે. માણીએ એક પ્રાચીન ગરબો…

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે  દીવા  બળે  રે  લોલ.

રાધા ગોરી, ગરબે રમવા આવો !
સાહેલી  સહુ  ટોળે  વળે  રે લોલ.

ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ  હીરા  જડ્યા રે લોલ.

ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ  પદમ  જડ્યાં રે લોલ.

ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે  અમી  ઝરે  રે  લોલ.

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે  દીવા  બળે  રે  લોલ.

રાધા ગોરી, ગરબે  રમવા આવો !
સાહેલી  સહુ  ટોળે  વળે  રે  લોલ

http://amitpisavadiya.wordpress.com

Comments (1)

શ્રી અંબા માતા ની આરતી-નવરાત્રી

શ્રી અંબા માતા ની આરતી

Comments (1)

નવરાત્રીની આઠમ-પ્રાચીન ગરબો

આજે નવરાત્રીની આઠમ છે. માણીએ એક પ્રાચીન ગરબો…

navratrianim

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા
લીલો તે રંગનો છોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

નાક પરમાણે નથણી સોઈ રે વાલમિયા
ટીલડીની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

ડોક પરમાણે હારલાં સોઈ રે વાલમિયા
હારલાંની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
કાબિયુંની બબ્બે જોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

સોના વાટકડી રે કેસર
ઘોળ્યાં વાલમિયા
લીલો તે રંગનો છોડ રંગમાં ઘોળ્યાં વાલમિયા

ટિપ્પણી આપો

સાથીયા પુરાવો દ્વારે…

આજથી નવરાત્રી શરુ થાય છે તો ચાલો એક પ્રાચીન ગરબાથી શરુઆત કરીએ

 maa2

સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

વાંઝિયાનું મેણું ટાળી રમવા રાજકુમાર દે, મા ખોળાનો ખુંદનાર દે.
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે, મા પ્રિતમજીનો પ્યાર દે.

નિર્ધનને ધનધાન્ય આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી.
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે, મારી સાતે પેઢી તરશે.
આદ્યશક્તિ મા પાવાવાળી જનમ જનમની હરશે, પીડા જનમ જનમની હરશે.

દઈ દઈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…

Comments (3)

Older Posts »