Archive for સમાચાર

બધાઈ હો બધાઈ…શ્રીરામ અને અન્સુન, બે વીજેતાઓ ને!/Two boys win 2014 Scripps National Spelling Bee!

ભારતીયો માટે ફરી એક વખત ગૌરવની વાત…
શ્રીરામ અને અન્સુન બન્નેએ પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજય મેળવ્યો છે.

 

bee

 

 

 

 

 

 

http://www.cbsnews.com/news/its-a-tie-two-boys-win-2014-scripps-national-spelling-bee/

Advertisements

ટિપ્પણી આપો

શ્રી સુરેશ દલાલ ને શ્રધ્ધાંજલી!

ગુજરાતી સાહિત્યના ટોચ સાહિત્યકારો પૈકીના એક સુરેશ દલાલ ૮૦ વર્ષની વયે મુંબઇ ખાતેના કફ પરેડના નિવાસ સ્થાને અવસાન પામ્યા છે. તેમના નિધનના કારણે ગુજરાત સાહિત્યને ન પુરાય તેવી ખોટ પડી છે. કવિતાના માધ્યમથી કૃષ્ણની આરાધના કરનાર સુરેશ દલાલે જન્માષ્ટમીના કૃષ્ણ જન્મના દિવસે જ પરમધામની વાટ પકડી છે.

કવિ શ્રી ને  શ્રધ્ધાંજલી!

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

Comments (5)

બધાઈ હો બધાઈ, સ્નિગ્ધા !

ખુબ ખુબ અભિનન્દન  સ્નિગ્ધા ને!

ભારતીયો માટે ફરી એક વખત ગૌરવની વાત…

ભારતીય મૂળની ૧૪ વર્ષીય અમેરિકન નાગરિક સ્નિગ્ધા નંદીપતિએ પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. સતત પાંચમી વખત આ એવોર્ડ ભારતીય મૂળના અમેરિકન નાગરિકે મેળવ્યો છે. સેન ડિયાગોનિવાસી સ્નિગ્ધાએ સ્પર્ધાનાં અંતિમ સ્ટેજમાં વેસ્ટ મેલબોર્નનિવાસી ભારતીય મૂળની જ ૧૪ વર્ષીય સ્તુતિ મિશ્રાને હરાવી આ એવોર્ડ જીતી લીધો હતો. સ્તુતિ મિશ્રા આ સ્પર્ધામાં બીજા ક્રમે અને અરવિંદ મહંકલી ત્રીજા ક્રમે રહ્યો હતો.

Check this link for video

Comments (4)

બધાઈ હો બધાઈ ! સુકન્યા!

ખુબ ખુબ અભિનન્દન સુકન્યાને!

ભારતીયો માટે ફરી એક વખત ગૌરવની વાત…૨૦૦૯ મા કાવ્ય શિવશન્કર ને આ ટ્રોફી મળી હતી, ૨૦૧૦ મા આ ટ્રોફી  ભારતીય મુળની અનામીકા વીરામની ને મળી હતી

Sukanya Roy, 14 from PA is presented with the championship trophy of the Scripps National Spelling Bee in National Harbor,Md., by Richard Boehne, president and CEO of the E.W. Scripps Company. This year’s champion receives a $30,000 cash prize from Scripps, an engraved trophy and more than $10,000 in other prizes and scholarships.

She won the  National Spelling Bee with the word, ‘cymotrichous.’ The word is an adjective which means having wavy hair.

Comments (3)

મારા કેમેરાની આંખે …

મારા કેમેરાની આંખે … મારા ઘરની બહાર… Spring is here…

Comments (6)

અભિનન્દન ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતાને!

આખરે ભારત ૨૦૧૧ નો વર્લ્ડ કપ જીતીજ ગયુ.  ભારતીય ટીમને ખુબ ખુબ અભિનન્દન!!!

અને  જોઇએ વર્લ્ડ કપમા ખુબ પ્રચલિત થયેલ ગીત, “દે ઘુમાકે”

Comments (2)

હીમ વર્ષા / Snowstorm of 2011!

આજે આખાય મીડ્વેસ્ટ મા ખુબ ભારે હીમ વર્ષા થઈ. ૨ ફુટ જેટલો સ્નો જમીન પર છે. સાથે ૪૦ થી ૫૦ માઈલની તેજ ગતિથી ફુન્કાતો પવન. અહી બધી નિશાળો મા બે દિવસ માટે રજા જાહેર કરી દિધી. જનજીવન ખોરવાઇ જાય તેવુ ભારે સ્નોસ્ટોર્મ હતુ. લોકોને વીજળી જવાથી હીટર,ફોન, ફ્રિજ વિગેરે ના ચાલે તેથી ભારે તકલીફ પડી.

જુઓ મારા કેમેરાની આઁખે…

મારા ઘરની બહાર

Comments (4)

Older Posts »