Happy Diwali! / દિવાળી ની શુભકામના!

દીપાવલી કેમ સજે ન સાજ,
પ્રકાશની રાત મહાન આજ.

ઘરે ઘરે દીપક છે પ્રકાશ્યા,
અનંત છે મંદીરમાં વિરાજ્યા;
દેખાય તારાગણ છેક કાચા,
પ્રકાશને યે પ્રકટેલ વાચા !

દીપાવલી કેમ સજે ન સાજ,
પ્રકાશની રાત મહાન આજ.

પ્રકાશના પંથતણો પ્રવાસી,
બેઠો હું આજે તજતાં ઉદાસી;
થઇ રહ્યો અંતરમાં અવાજ,
પ્રકાશની રાત મહાન આજ.

પ્રકાશનો પૂરણ પંથ થાય,
સિદ્ધિ મળી પૂરણ આજ જાય;
સજી લઉં સુંદર છેક સાજ,
પ્રકાશની મંગલ રાત આજ.

દીપાવલીથી વધુ તેજ ધારી,
સુવાસને કાંતિ અનંત ન્યારી,
લઇ પધારો મુજ પાસે પ્રેમે,
કૃપા કરો આજ અવશ્ય કેમે.

પ્રેમ પાવન આજે તો પૂર્ણ સાધનકાલ હો,
કાલે સંસિદ્ધિનું ન્યારું પ્રકટેલ પ્રભાત હો !

                      ( શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ ‘અભીપ્સા’ માંથી )

1 ટીકા »

  1. […] સહુને દિવાળીની મબલખ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a comment